ધંધૂકા તાલુકાની બાજરડા, ત્રાડીયા, હડાળા, ઉમરગઢ સહિતની વિવિધ ગ્રામ પંચાયતોમાં સરપંચ અને સભ્યોની પંચાયત ચૂંટણીના અનુસંધાનમાં તા. 22 જૂન, 2025ના રોજ મતદાન યોજાવાનું છે. હાલ વિસ્તારમાં મોસમ સમયસર પવન સાથે વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે અનેક ગામોમાં માર્ગો પર પાણી ભરાયા છે. તેમ છતાં ચૂંટણી પ્રક્રિયાને કોઈ વિક્ષેપ ન આવે તે માટે તંત્ર દ્વારા પૂરી તૈયારી કરવામાં આવી છે.
તાલુકા મામલતદાર વિજયસિંહ ડાભીએ જણાવ્યું કે, તંત્ર તમામ પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં પણ ચૂંટણી કામગીરી સફ્ળતાપૂર્વક સંપન્ન કરવા માટે સંપૂર્ણપણે સજ્જ છે. તેમણે જણાવ્યું કે, હાલ વરસાદી પાણી ધીમે ધીમે ઓસરી રહ્યા છે અને જરૂરી સ્ટાફ્ તેમજ ચૂંટણી સામગ્રીને એસ.ટી. બસ મારફ્તે દરેક ગામના મતદાન મથકો સુધી સુસજ્જ રીતે પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે.ડાભીએ વધુમાં જણાવ્યું કે, દરેક મતદાન મથકે બૂટલેવલ સ્ટાફ્, સુરક્ષા કર્મીઓ અને પંચાયત વિભાગના જવાબદાર અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. તંત્રએ તમામ રીતની પરિસ્થિતિઓને ધ્યાને રાખીને contingency plans (આકસ્મિક યોજનાઓ) પણ તૈયાર રાખી છે. જરૂર પડયે નૌકા કે ટ્રેક્ટર જેવી સગવડોનો ઉપયોગ કરવાની પણ તૈયારી છે જેથી મતદાન પ્રક્રિયામાં કોઈ વિઘ્ન ના આવે.
આગામી ચૂંટણીને નિષ્પક્ષ, શાંતિપૂર્ણ અને લોકશાહી ભાવનાને અનુરૂપ નિર્વિઘ્ન રીતે સંપન્ન કરવા માટે તંત્રએ તમામ જરૂરી પગલાં ભર્યા છે. મતદારોને પણ અનુરોધ કરવામાં આવે છે કે તેઓ વરસાદી વાતાવરણ હોવા છતાં પણ જાગૃત અને નિર્ભય રહીને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે મતદાન મથક સુધી પહોંચે અને લોકશાહી પ્રત્યેની પોતાની જવાબદારી નિભાવે તેવી અપીલ કરી છે.
[ad_1]
Source link

