Dhandhuka: છસિયાણા નદીમાંથી ગેરકાયદે રેતી ઉલેચવાનો ખેલ

    0
    15

    અમદાવાદ જિલ્લામાં ધંધૂકાના છસીયાણા ગામ સીમમાં ખાણ-ખનીજ વિભાગ ગાંધીનગર દ્વારા દરોડો પાડી ભાદર નદીમાંથી ગેરકાયદે રીતે મોટાપાયે રેતી ખનન કરવાના ખેલનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ કાર્યવાહીમાં 7 ડમ્પર અને એક હિટાચી મશીન જપ્ત કરી લાખો રૂપિયાનો દંડ ફ્ટકારવામાં આવ્યો છે. ખાણ ખનીજ વિભાગની આ કાર્યવાહીથી ખનન માફીયાઓમાં ફ્ફ્ડાટ વ્યાપી ગયો છે.

    ધંધૂકા તાલુકાના છસીયાણા ગામ નજીક પાછલા કેટલાક સમયથી બેફમ રીતે રેતીનું ખનન કરવામાં આવી રહ્યું હતું. આ બાબતે કેટલાક લોકો દ્વારા સ્થાનિક તંત્રના અધિકારીઓને રજૂઆતો પણ કરવામાં આવી હતી. પરંતુ સ્થાનિક તંત્રએ આંખ ખાડા કાન કરતાં સમગ્ર બાબતે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવામાં આવી હતી. જે અંતર્ગત ગાંધીનગર ખાણ ખનીજ વિભાગ દ્વારા ગત મોડી રાત્રે છશીયાણા ગામ નજીક જ્યાં રેતીનું ખનન થઈ રહ્યું હતું. તે સ્થળ પર ઓચિંતો દરોડો પાડવામાં આવ્યો હતો. આ દરોડામાં ખાણ ખનીજ વિભાગ દ્વારા સાત ડમ્પર અને એક હિટાચી જપ્ત કરવામાં આવ્યા છે અને કેટલી રેતીનું ખનન કરવામાં આવ્યું છે અને કેટલા રૂપિયાની રેતીની ચોરી કરાઈ છે તે અંગે ખાણ ખનીજ વિભાગ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હાલ આંખ ખનીજ વિભાગની કાર્યવાહીમાં લાખો રૂપિયાની દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે.

    [ad_1]

    Source link

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here