અમદાવાદ જિલ્લા એસટી બાંધકામ વિભાગના નાયબ ઈજનેર આઈ. એન.વ્હોરા નું ચાલુ ફરજ દરમ્યાન ધંધુકા ના કોટડા ગામે હાર્ટ એટેક થી મોત થયું હતું. નાયબ ઈજનેર ના અવસાન ના સમાચાર મળતા એસટી વિભાગ ના ઉચ્ચ અધિકારીઓ ધંધુકા ખાતે પહોંચ્યા હતા.
અમદાવાદ જિલ્લા એસટી બાંધકામ વિભાગ ના નાયબ ઈજનેર આઈ એન વ્હોરા ઉ.વ.50 રહે રૂપાલ તા. બાવળા સરકારી કામ માટે રાણપુર ખાતે નવા બની રહેલા એસટી મથક ની મુલાકાત લઈ બપોર બાદ ધંધુકા તરફ્ આવી રહ્યા હતા ત્યારે મળતી માહિતી મુજબ કોટડા ગામે રોકાણ કરી ભોજન લીધું હતું અને ત્યાર બાદ અચાનક હદયરોગ નો હુમલો આવતા ધંધુકા ની આર એમ એસ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા જ્યાં તેમનું કરુણ મોત થયું હતું. તેમના અવસાન ના સમાચાર મળતા મિત્રો અને ધંધુકા એસટી સ્ટાફ્ અને જિલ્લા ના ઉચ્ચ અધિકારીઓ ધંધુકા આવી પહોંચ્યા હતા. સરકારી હોસ્પિટલ ખાતે પીએમ કર્યા બાદ મૃતદેહ પરિજનોને સોંપાયો હતો.