Dhandhuka: અમદાવાદ ગ્રામ્યમાં પપેટ શોથી જનજાગૃતિનો પ્રયાસ

0
15

આજે માહિતીના આદાનપ્રદાન માટે મોટાભાગે મોબાઈલ દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. પરંતુ માહિતી આદાનપ્રદાનના પરંપરાગત માધ્યમો આજે પણ અસરકારક રીતે કામ આવી શકે છે. તેનું શ્રોષ્ઠ ઉદાહરણ છે – પપેટ શો, અર્થાત કઠપૂતળી દ્વારા જરૂરી માહિતીની રજૂઆત.

અમદાવાદ જિલ્લા ગ્રામ્યમાં તાલુકા આરોગ્ય કચેરી વિરમગામ ખાતે રાષ્ટ્રીય ડેન્ગ્યૂ દિવસ પૂર્વે પપેટ શો દ્વારા ડેન્ગ્યૂ સહિત વાહકજન્ય રોગચાળા અંગે જનજાગૃતિ કરવામાં આવી હતી. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. શૈલેષ પરમાર અને જિલ્લા મેલેરિયા અધિકારી નરેન્દ્રસિંહ રાઠોડના માર્ગદર્શન હેઠળ ડેન્ગ્યૂ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, તા. 16મી મેના રોજ સમગ્ર ભારતમાં રાષ્ટ્રીય ડેન્ગ્યૂ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ડેન્ગ્યૂ એડીસ ઇજિપ્તીક્ર નામના મચ્છર કરડવાથી થાય છે. વરસાદના કારણે ખાડા, ખાબોચિયાં, ખાલી ડબલાં, નકામાં ટાયર, ઘરગથ્થુ વપરાશમાં લેવામાં આવતાં ખુલ્લાં વાસણો, કુલર વગેરે જગ્યામાં ભરાયેલા પાણીમાં આ મચ્છર જન્મે છે. આ મચ્છરની ખાસિયત એ છે કે, તે ચોખ્ખા પાણીમાં પેદા થાય છે અને તે કરડવાથી જેની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય તેને તુર્ત જ બીમારી લાગુ પડી જાય છે. આ મચ્છર(એડીસ ઇજિપ્તી) કાળા રંગના હોય છે. જેની ઉપર સફેદ પટ્ટી હોય છે. તે લગભગ 5 એમ.એમ. સાઈઝના હોય છે. આ મચ્છર રાત્રે નહીં પરંતુ દિવસે કરડે છે. ડેન્ગ્યૂનો તાવ લગભગ ચારથી છ દિવસ રહે છે. સખત તાવ આવવાની સાથે આંખના ડોળાની પાછળ દુઃખાવો થાય કે હાથ અને ચહેરા પર ચકામા પડે, નાક, મોં તેમજ પેઢામાંથી લોહી પડે તો ડેન્ગ્યૂ હોઇ શકે છે. ડેન્ગ્યૂ જેવા કોઈ પણ લક્ષણ જોવા મળે તો નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અથવા તો આરોગ્ય કર્મચારીનો સંપર્ક કરવો જોઈએ. ડેન્ગ્યૂમાં સમયસર નિદાન અને સારવાર જરૂરી છે.

[ad_1]

Source link

RATE NOW

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here