ડેસરની એમજીવીસીએલ કચેરીનો વહીવટ છેલ્લા છ મહિનાથી ખાડે ગયો છે. રોજે રોજ તાલુકામાં લોકોને અંધારા ઉલેચવાની ફરજ પડી છે. વારંવાર લાઇટો ડૂલ થવી, હાઇ-લૉ વોલ્ટેજને કારણે વીજઉપકરણોને નુકસાનને લઇને વીજતંત્ર વિરુદ્ધ લોકોમાં રોષ ફેલાયો છે. ગતમોડી રાતે MGVCL કચેરી ખાતે લોકોએ હોબાળો મચાવીને ફરિયાદ કરી હતી.
ડેસર તાલુકામાં વારંવાર વીજ પુરવઠો ખોરવાઈ જતો હોવાથી નાના મોટા દુકાનદારો ખેડૂતો ગ્રામજનો MGVCL કર્મીઓ પર રોષે ભરાયા હતા. શુક્રવારે મોડીરાત્રે પાંડુ અને લીંબડી પંથકના અગ્રણી રૂબરૂ રજૂઆત કરવા માટે કચેરીએ ઊમટી પડયાં હતા. પરંતુ અગાઉથી જાણકારી મેળવી ચૂકેલા કર્મચારીઓ ટોળાના રોષનો ભોગ ન બને તે હેતુથી કોઈ હાજર મળ્યાં ન હતા. છેલ્લા ઘણા સમયથી જાણે કોઈ જવાબદાર વ્યક્તિ ન હોય તેમ અણઘડ રીતે વહીવટ ચાલી રહ્યો છે. ચોમાસુ આવતા પહેલા પ્રિમોન્સૂન કામગીરી હાથ ધરાતી હોય છે. પરંતુ ડેસર વીજ કચેરી દ્વારા તે પણ કામગીરી કરાઇ નથી.
MGVCL ડે.ઈજનેરને આ બાબતે પૂછીએ ત્યારે બસ એક જ જવાબ આપે છે કે, કામ ચાલુ છે. થોડીવારમાં આવી જશે, કચેરીમાં ફરિયાદ કેન્દ્રનો મોબાઇલ પણ જે કર્મચારી પાસે હોય છે. મુશ્કેલીના સમયે બંધ કરે છે. જો કે, ટેલિફેન પર ડે.ઇજનેર સહિત ઉચ્ચ અધિકારીને વાત કરતા મોડી રાત્રે વીજ પુરવઠો ચાલુ કરાયો હતો.
[ad_1]
Source link