Nilesh Rana, Banaskantha: સમગ્ર ગુજરાતમાં બટાટાનું સૌથી વધુ ઉત્પાદન બનાસકાંઠાના ડીસામાં થતું હોવાથી તેને બટાટા નગરી તરીકે નામના મેળવી છે. અહીંના ખેડૂતો દિવસ રાત કાળી મજૂરી કરી સૌથી સારા ગુણવત્તા વાળા બટાટાની ખેતી કરવામાં સફળ થયા છે.
બટાટાનું સૌથી વધુ ઉત્પાદન થતા અહીં કોલ્ડ સ્ટોરેજ ઉદ્યોગ પણ ઝડપથી વિકાસ પામ્યો છે. વળી તેમાં સરકારે કોલ્ડ સ્ટોરેજ બનાવવા માટે 2 કરોડ રૂપિયાની સબસીડી આપતા અહીં ડીસા શહેરની આજુબાજુમાં 200 થી વધુ કોલ્ડ સ્ટોરેજ નિર્માણ પામ્યા છે.
સવા ત્રણ કરોડ બટાટાનાં કટ્ટાનો સંગ્રહ થાય છે
સૌથી વધુ બટાટાનું ઉત્પાદન ડીસામાં થતા ગુજરાતમાં જેટલા કોલ્ડ સ્ટોરેજ આવેલા છે તેના અડધાથી વધારે કોલ્ડ સ્ટોરેજ માત્ર ડીસામાં આવેલા છે. ડીસામાં કોલ્ડ સ્ટોરેજનો ઉદ્યોગ પણ દિવસેને દિવસે વધી રહ્યો છે અને અત્યાર સુધી ડીસા આસપાસ બસો જેટલા કોલ્ડ સ્ટોરેજો આવેલા છે.
જેમાં સવા ત્રણ કરોડ આસપાસ બટાટાનાં કટ્ટાનો સંગ્રહ થાય છે. આ કોલ્ડ સ્ટોરેજમાં ફેબ્રઆરી મહિનામાં બટાટા સંગ્રહ કરવાની શરૂઆત થાય છે અને માર્ચ એપ્રિલથી લઈ ડિસેમ્બર સુધી માર્કેટની ડિમાન્ડ મુજબ બટાટાનો સપ્લાય થાય છે.
16 હજાર કરતા વધુ લોકોને રોજગારી મળે છે
હાલ રોજના છ થી સાત હજાર લોકો કામ કરે છે. તેમજ લોડીંગ કરવાનાં સમયે 10 થી 12 હજાર લેબર વર્ગ બહારથી આવે છે જેમાં યુપી,બિહાર,નેપાલથી લોકો આવી અહીં કામ કરે છે. આમ, કોલ્ડ સ્ટોરેજ ઉદ્યોગ કુલ 16 થી 17 હજાર જેટલા લોકોને રોજી રોટી મળી રહી છે.
3000 કરોડથી વધુનો વેપાર
ડીસા સહિત આજુબાજુના વિસ્તારમાં બટાકાનું ઉત્પાદન વધતા કોલ્ડ સ્ટોરેજનો ઉદ્યોગ પણ વ્યાપ વધવા લાગ્યો. તેમજ વાર્ષિક ત્રણ હજાર કરોડથી વધુનો વેપાર કોલ્ડ સ્ટરેજના બીઝનેસથી બટાટાના વેપારથી થાય છે.
તેમજ સરકાર તરફથી અત્યારે સાડા સાત હજાર ટનની કેપિસિટી ધરાવતા કોલ્ડ સ્ટોરેજ બનાવા માટે 2 કરોડની સહાય સબસિડી રૂપે આપવામાં આવે છે તેમજ એગ્રિકલચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર વ્યાજ સહાયમાં 3 ટકા સરકાર દ્વારા રાહત આપવમાં આવી રહી છે.
સમગ્ર ગુજરાતમાં ડીસાએ બટાટા નગરી
ઉત્તર ગુજરાતમાં રાજસ્થાનની સરહદને અડીને આવેલા બનાસકાંઠા જિલ્લામાંથી પસાર થતી બનાસનદી રાજસ્થાનમાં આવેલી અરવલ્લીની ગિરિમાળાઓથી નીકળીને કચ્છના નાના રણમાં સમાઈ જાય છે. બનાસનદી બનાસકાંઠા જિલ્લા માટે જીવાદોરી સમાન નદી છે. કેમકે આ નદીમાં આજથી લગભગ દોઢસો વર્ષ પહેલા બટાટાના વાવેતરની શરૂઆત થઈ હતી. ડીસામાં દોઢસો વર્ષ પહેલા અહી વસતા મુસ્લિમ સમાજની મુજ્ડા જાતિના લોકોએ બટાટાના વાવેતરની શરૂઆત કરી હતી.
અને ત્યારબાદ ડીસામાં વસતા માળી સમાજ, પટેલ સમાજ અને ઠાકોર સમાજ દ્વારા વાવેતર કરવાની શરૂઆત કરી હતી.પહેલા નદીમાંજ બટાટાટનું વાવેતર થતું હતું અને સમય જતાં ધીરે ધીરે ખેતરોમાં બટાટાનું વાવેતર થવા લાગ્યું અને બનાસ નદી સુકાઈ જતાં જે વાવેતર નદીમાં થતું હતું, તે ખેતરોમાં થવા લાગ્યું. હવે ડીસા તાલુકો બટાટા નગરી તરીકે ખ્યાતનામ થયો છે, અત્યાર સુધી ડીસાના અનેક ખેડૂતો બટાટાની ખેતી કરીને સધ્ધર પણ થયા.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર