Nilesh Rana, Banaskantha: વર્તમાન સમયની અનિવાર્ય આવશ્યકતા અને આજના સમયની ગંભીર સમસ્યા જળ છે. જળ વિના જીવન અસંભવ છે. જેથી આજના સમયમાં ચોમાસામાં પાણીનો સંગ્રહ અતિઆવશ્યક જરૂરિયાત બની ગઈ છે. બનાસકાંઠા જિલ્લામાં પણ કેટલાય લોકો વરસાદી પાણીનો સંગ્રહ કરી વર્ષ દરમિયાન તેનો ઉપયોગ કરે છે. આ મહામૂલા કુદરતી જળસ્ત્રોત બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
બનાસકાંઠા જિલ્લામાં ખાસ કરીને સ્વાધ્યાય પરિવાર સાથે જોડાયેલા લોકો આજે પણ ચોમાસાની અંદર વેસ્ટ જતાં પાણીનો સંગ્રહ કરી વર્ષ દરમિયાન તેનો સંપૂર્ણપણે ઉપયોગ કરી રહ્યા છે. ડીસા તાલુકાના માલગઢ ગામે રહેતા ધીરાજી રત્નાજી માળી જેઓ ખેડુતની સાથે સાથે એક જાગૃત નાગરિક તરીકે પણ પોતાની ફરજ અદા કરી રહ્યા છે.
તેઓ છેલ્લા ઘણા વર્ષોથી સ્વાધ્યાય પરિવાર સાથે જોડાયેલા છે. અને સ્વાધ્યાય પરિવારમાં માનવ જીવનના મૂલ્યોની સાથે સાથે સંસ્કાર અને કુદરતી સંપત્તિના જતન અને બચત માટેની પણ વાત કરવામાં આવે છે. ત્યારે સ્વાધ્યાય પરિવારના પાંડુરંગ શાસ્ત્રીના વિચારોથી પ્રેરિત તેઓએ તેમના ઘરમાં વરસાદી પાણી સંગ્રહનું આયોજન કર્યું છે.
વરસાદી પાણી ભૂગર્ભ ટાંકામાં ઉતારી ઉપયોગ કરે
હાલમાં તેઓ પાંચ ભાઈઓનો પરિવાર સાથે રહે છે. અને તમામ ભાઈઓના ઘરે વરસાદી પાણીનાસંગ્રહ માટેની ભૂગર્ભ ટાંકીઓ બનાવવામાં આવી છે.
ચોમાસામાં જે પાણી છત પર પડ્યા બાદ વેસ્ટ જાય છે તે તમામ પાણી પાઇપલાઇન દ્વારા ભૂગર્ભમાં બનાવેલી ટાંકીમાં ભરવામાં આવે છે અને આ ટાંકીમાંથી પાણી હેડ પંપ દ્વારા બહાર કાઢી રસોઈમાં અને પીવાના વાપરવામાં આવે છે.
કૂવાને પણ પાણીથી રીચાર્જ કરે છે
વરસાદી પાણી વાપરવાથી અને પીવામાં ઉપયોગમાં લેવાથી તેઓને અનેક ફાયદાઓ પણ થયા છે. ખાસ કરીને સાંધાના દુ:ખાવા અનેક બીમારીના પ્રોબ્લેમ પણ દૂર થાય છે.
વીરાજી માળી અત્યાર સુધી વરસાદી પાણીનો સંગ્રહ કરી તેનો પીવામાં અને રસોઈમાં ઉપયોગ કરતા હતા પરંતુ આનાથી પણ વિશેષ હવે તેઓ તેમના ખેતરોમાં જે પાણી પડે છે.
અને વેસ્ટ જાય છે તેમજ ન્હાવા અને વાસણ ધોવામાં પણ જે પાણીનો ઉપયોગ થાય છેપ્ તે વેસ્ટ પાણીને એક પાઇપલાઇન દ્વારા કૂવામાં નાખી સંગ્રહ કરવામાં આવે છે.
અને તેના કારણે તેઓને આજુબાજુના ખેતરો કરતા તેમના ખેતરમાં પાણીના તળ ઊંચા છે કારણ કે વેસ્ટ પાણી કૂવામાં નાખવાથી જળ સંગ્રહ દ્વારા પાણી રિચાર્જ થતું રહે છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર