Deesa: ચંદ્રાવતી નગરીમાં બિરાજે છે અંબા માતા, મંદિરમાં 1,150 વર્ષ જૂની મૂર્તિઓ

0
17

Nilesh Rana, Banaskantha: જગત જનની મા અંબાના ધામ તરીકે તમને કદાચ અંબાજી મંદિરનો જ ખ્યાલ હશે.પરંતુ સુપ્રસિદ્ધ યાત્રાધામની સાથે બનાસકાંઠા જિલ્લામાં અન્ય એક અંબાજી મંદિર આવેલું છે. આ મંદિરમાં માતાજીની મૂર્તિ છે, તે મૂર્તિ સોલંકી યુગની હોવાનું જાણવા મળ્યું છે. અરવલ્લીની ગિરિમાળામાં બિરાજમાન અંબાજી મંદિર એકદમ અંતરિયાળ વિસ્તારમાં આવેલું છે અને ભવ્ય ભૂતકાળ ધરાવે છે.

રાજસ્થાનના આબુરોડથી સિધ્ધપુર સુધીનો વિસ્તાર પ્રાચીન સમયમાં ચંદ્રાવતી નગરી તરીકે ઓળખતો હતો. હજુ પણ આ વિસ્તારમાં અનેક અવશેષો પ્રાચીન અને સમૃધ્ધ નગરીના અસ્તિત્વનો યાદ કરાવે છે.

News18

ત્યારે આ અમીરગઢ વિસ્તારમાં એક એવું મંદિર આવેલું છે. કે તેમાં રહેલી મૂર્તિઓ લગભગ 1150 વર્ષ પહેલાની છે. આજે પણ મંદિરમાં બિરાજમાન છે. ભક્તો પણ અંતરિયાળ વિસ્તારમાં આવેલા મંદિરે પહોંચી દર્શન કરી ધન્યતા અનુભવે છે.

News18

આ મંદિરની મૂર્તિઓ 1150 વર્ષ જૂની

બનાસકાંઠા જિલ્લામાં આવેલા અમીરગઢ તાલુકાના ખુણીયા ગામ એકદમ અંતરિયાળ ગામ છે. જંગલોની વચ્ચે આવેલું ગામ છે.

News18

શહેરી જીવનથી દૂર આવેલા ગામમાં મા અંબાનું એક પ્રાચીન મંદિર આવેલું છે. વર્તમાન સમયમાં મંદિરનો ઇતિહાસ માત્ર 78 વર્ષોનો છે. પરંતુ મંદિરમાં મૂર્તિઓ રાખવામાં આવેલી છે. તે મૂર્તિઓ લગભગ 1150 વર્ષ જૂની છે.

News18

78 વર્ષ પહેલાં 5 મૂર્તિઓ અને શિલાલેખ મળ્યા હતા

78 વર્ષ પહેલા જંગલ વિસ્તારમાં વાંસના ઠેકા ચાલતા હતા.દરમિયાન નજીકમાં આવેલા ધનપુરા ગામના એક વ્યક્તિને માતાજીએ સપનામાં આવીને આ વિસ્તારમાં મુર્તિ દટાયેલી હોવાનું જણાવ્યું હતું. જેથી આ વ્યક્તિએ અહીં ચાલતા વાંસના ઠેકેદારોને આ ઘટનાની જાણ કરી હતી. આ વિસ્તાર નવાબી શાસનના અંદરમાં આવતો હતો. પાલનપુરની રિયાસતના નવાબ તાલે મોહમ્મદ હતા.

News18

ત્યારે વાંસના ટેકેદારોએ આ ઘટનાની જાણ નવાબ તાલે મોહમ્મદને કરતાં તાલે મોહમ્મદે અહીં ખોદકામ કરવાની મંજૂરી આપી અને જણાવ્યુ કે, જો મૂર્તિઓ નીકળશે તો તે પોતે અહી જ મંદિર બાંધવા માટે દાન કરશે. ત્યારબાદ અહીં ખોદકામ કરવામાં આવ્યું. એક પછી એક પાંચ મૂર્તિઓ મળી આવી હતી. આ પાંચેય મૂર્તિઓ અખંડ હતી મૂર્તિઓની સાથે એક શિલાલેખ પણ મળી આવ્યો હતો.

News18

78 વર્ષ પહેલા પ્રતિષ્ઠા કરી મૂર્તિઓની સ્થાપના કરાઈ હતી

આ શિલાલેખ પર મૂર્તિઓ સંવત 912 માં બનાવવામાં આવી હોવાનું લખાણ પણ મળી આવ્યું હતું. બાદમાં પુરાતત્વ વિભાગે પણ આ મૂર્તિઓ સોલંકી વંશ દરમિયાન બનેલી હોવાની ખાતરી કરી હતી.

News18

આ વિસ્તારમાંથી મૂર્તિઓ મળી આવ્યા બાદ અહી નાની ડેરી બનાવીને માતાજીની સ્થાપના કરવામાં આવી હતી સમય જતાં અહીં લોકો પૂજા અર્ચના કરવા આવવા લાગ્યા છે.

News18

વર્ષમાં 5 મોટા ઉત્સવ યોજાય છે

આ મંદિરમાં છેલ્લા 36 વર્ષથી પૂજા કરતાં હરિદાસ શાસ્ત્રી જણાવ્યુ હતું કે, આ મંદિરનો ઇતિહાસ ખુબ જ પ્રાચીન છે. આ મંદિર પર વર્ષ દરમિયાન પાંચ ઉત્સવ ઉજવવામાં આવે છે. જેમાં લાભ પાંચમના રોજ અન્નકૂટ ભરાય છે. તેમજ ચૈત્ર સુદ ચૌદસ અને પૂનમનો મોટો લોકમેળો ભરાય છે. જેમાં 21 ગામના આદિવાસીઓ ભેગા થાય છે. તેમજ નવરાત્રીમાં મોટો હવન પણ યોજાય છે. બાદ બટુક ભોજન પણ કરાય છે અને શ્રાવણ માસમાં શિવલિંગ પર સવા લાખ બિલીપત્રનો અભિષેક પણ થાય છે.

News18ગુજરાતી


News18ગુજરાતી

વર્ષો પહેલાં મૂર્તિઓને જંગલમાં દાટવામાં આવી હતી

પૂજારીએ જણાવ્યું હતું કે, ભારતમાં જ્યારે ઇસ્લામ આક્રાંતાઓએ પ્રવેશ કર્યો ત્યારે હિન્દુ મંદિરોને ખંડિત કરી રહ્યા હતા. જેથી માતાજીની મૂર્તિઓ ખંડિત ન થાય તે માટે જે તે સમયના ભક્તોએ આ મૂર્તિઓને જંગલમાં પહોંચીને જમીનમાં ખાડો ખોદીને છુપાવી હતી.

દૂર દૂરથી લોકો મા અંબાના મંદિરે દર્શન કરવા આવે છે

પ્રકૃતિના ખોળામાં સ્થાપિત થયેલા આ મંદિર પર દૂર દૂરથી ભક્તો તેમની આસ્થાને લઈ દર્શન કરવા માટે આવે છે. આ મંદિર પર પહોંચ્યા બાદ ભક્તોને શાંતિની અનુભૂતિ થતી હોવાનું જણાવી રહ્યા છે. કારણ કે આ મંદિરની આસપાસનું વાતાવરણ રળિયામણુ છે. માનવ વસવાટથી દૂર આવેલું હોવાના લીધે આ પ્રાચીન મંદિર પર ભક્તો પણ ખૂબ જ ઓછા જોવા મળે છે. તેના લીધે જ આ મંદિરનું પ્રાકૃતિક સૌંદર્ય હજુ પણ જળવાઈ રહ્યું છે.

ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર

[ad_1]

Source link

RATE NOW

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here