Deesa: કમોસમી વરસાદ થાય તો જીરૂ અને બટાટા બચાવવા આટલું જરૂર કરો

HomeNorth GujaratDeesa: કમોસમી વરસાદ થાય તો જીરૂ અને બટાટા બચાવવા આટલું જરૂર કરો

Become a member

Get the best offers and updates relating to Liberty Case News.

― Advertisement ―

spot_img

Nilesh Rana, Banaskantha: બનાસકાંઠા જિલ્લામાં હવામાન ખાતાની આગાહીને અનુલક્ષીને તા.28 જાન્યઆરી 2023ના બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદ, માવઠા તેમજ વાદળછાયા વાતાવરણની શક્યતા છે. આગાહીનાં પગલે ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઇ છે.

બનાસકાંઠા જિલ્લો એ મુખ્યત્વે ખેતી સાથે સંકળાયેલા જિલ્લો છે.ખેડૂતોએ મોટા પ્રમાણમાં રવિ સિઝનમાં મુખ્યત્વે જીરા,બટાટા,રાયડા,શાકભાજી જેવા પાકોની વાવણી કરી છે.અને હવામાન વિભાગે તા.28 જાન્યુઆરી 2023ના બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદ,માવઠા તેમજ વાદળછાયા વાતાવરણની શક્યતા વ્યકત કરાઇ છે. જીરાના પાકમાં કમોસમી વારસાદ,માવઠા, વાદળછાયા અને ભેજવાળા હવામાન પ્રત્યે ખુબ જ સંવેદનશીલ હોય છે.જેમાં ચરમી (કાળીયો)ના રોગથી પ્રભાવિત થઈ શકે છે.

જીરૂ અને બટાટાનાં પાકને બચાવવા આટલું કરવું

જીરાના પાકને ચરમી રોગથી બચાવવા આવા સમયે પિયત અને ખાતર આપવાનુ ટાળવું જોઇએ તથા રોગની રાહ જોયા સિવાય મેન્કોઝેબ 75% વેટેબલ પાવડર 30 ગ્રામ તથા 25 મિલિ તેલીયા સાબુનું સંતૃપ્ત દ્રાવણ 10 લીટર પાણીમાં ભેળવીને છોડ પૂરેપૂરો ભીંજાય એ રીતે છંટકાવ કરવો.તેમજ વરસાદ પડ્યા બાદ છંટકાવ કરવો અતિ આવશ્યક છે.તેમજ બટાટા વાવતા ખેડૂતોએ પણ આ સમય દરમ્યાન પિયત આપવાનું ટાળી ભલામણ કરેલા દવા ક્લોરોથેલોનીલ 75% વે.પા. 27 ગ્રામ અથવા હેક્ઝાકોનાઝોલ 5% ઇસી 5 મિલિ 10 લિટર પાણીમાં મિક્ષ કરીને છંટકાવ કરવો. જેથી આગોતરા, પાછોતરા સુકારાના રોગથી બટાટાના પાકને બચાવી શકાય.

વરસાદ થાય તો આટલું કરવું

કમોસમી વરસાદથી થતા પાક નુકસાનીથી બચવા માટે ખેડૂતોના ખેડૂત ઉત્પાદિત પાક ખેતરમાં કાપણી કરેલ હોય તો તેને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવી અથવા પ્લાસ્ટિક તાડપત્રીથી યોગ્ય રીતે ઢાંકી દેવું અને ઢગલાની ફરતે માટીનો પાળો બનાવી વરસાદનું પાણી ઢગલાની નીચે જતું અટકાવવું તેમજ જંતુનાશક દવા અને ખાતરનો ઉપયોગ આ સમયગાળા પૂરતો ટાળવો.ખાતર અને બિયારણના વિક્રેતાઓએ જથ્થો પલળે નહીં તે મુજબ ગોડાઉનમાં સુરક્ષિત રાખવા.

News18ગુજરાતી


News18ગુજરાતી

ખેડૂતો માટે સેન્ટર ટોલ ફ્રી નંબર જાહેર કર્યો

એ.પી.એમ.સી. માં વેપારી અને ખેડૂત મિત્રોએ કાળજી રાખી આગોતરા સાવચેતીના પગલાં લેવા અનુરોધ કરવામાં આવે છે. એ.પી.એમ.સી.માં અનાજ અને ખેતપેદાશો સુરક્ષિત રાખવા એ.પી.એમ.સી.માં વેચાણ અર્થે આવતી પેદાશો આ દિવસો દરમિયાન ટાળવી અથવા સુરક્ષિત રાખવીબનાસકાંઠા જિલ્લાના ખેડૂતો માટે સેન્ટર ટોલ ફ્રી નંબર જાહેર કર્યો.

આ અંગે વધુ જાણકારી આપના વિસ્તારના ગ્રામસેવક,વિસ્તરણ અધિકારી, ખેતી અધિકારી,તાલુકા અમલીકરણ અધિકારી,મદદનીશ ખેતી નિયામક,જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ ખેતી નિયામક(વિસ્તરણ),નાયબ ખેતી નિયામક(તાલીમ), KVK અથવા કિસાન કોલ સેન્ટર ટોલ ફ્રી નંબર– 18001801551 નો સંપર્ક કરવા બનાસકાંઠા જિલ્લા ખેતીવાડી અધિકારીએ જણાવ્યું છે.

ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર



Source link

SUBSCRIBE TO OUR NEWSLETTER.

Never miss out on the latest news.

We don’t spam! Read our privacy policy for more info.

RATE NOW
wpChatIcon
wpChatIcon