Nilesh Rana, Banaskantha: બનાસકાંઠા જિલ્લો એ રાજસ્થાનની સરહદને અડીને આવેલો જિલ્લો હોવાના કારણે જિલ્લામાં ક્રાઇમ ઘટનાઓ બનતી રહે છે. આવી ક્રાઈમની ઘટનાને અટકાવવા માટે બનાસકાંઠાનું એક નાનકડું ગામ આખું સીસીટીવીટી સજજ છે. જેના કારણે ગામમાં છેલ્લા પાંચ વર્ષથી એક પણ ક્રાઈમની ઘટના બનવા પામી નથી.
પાંચ વર્ષ પહેલા ક્રાઇમની અનેક ઘટનાઓ બનતી હતી
રાજસ્થાનની સરહદને અડીને આવેલા ધાનેરા તાલુકાનાં ધાખા ગામમાં 10 હજારની વસતી છે. આ ગામમાં વર્ષો પહેલા અનેક ચોરી,મારામારી, હત્યા સહિતની ઘટનાઓ બનતી હતી. જેના કારણે લોકોની ઉંઘ ઉઠી ગઇ હતી.
ક્રાઇમની ઘટનાઓ અટકાવવા ગામે એકસંપ થઇ પાંચ વર્ષ પહેલા ગ્રામ પંચાયતને રજૂઆત કરી હતી ગ્રામ પંચાયતમાં ઠરાવ પસાર કરી ગામમાં સીસીટીવી લગાવવાનું નિર્ણય કર્યો હતો.
ગામમાં કોઇપણ ક્રાઇમની ઘટના બની નથી
આખા ગામમાં લગાવેલા સીસીટીવીનું તમામ ઓપરેટિંગ ધાખા ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવે છે. આ ગામ છેલ્લા પાંચ વર્ષથી સીસીટીવીટી સજજ થયું છે. બાદ ગામમાં કોઈપણ ક્રાઈમની ઘટના બની નથી.
ગામ લોકો તમામ એક સંપ થઈ હળીમળીને સાથે રહે છે. આ ગામના આગેવાનોએ જણાવ્યું હતું કે,
અન્ય ગામ પણ અમારા ગામની પ્રેરણા લઈ પોતાના ગામમાં સીસીટીવી લગાવે તો રોજબરોજ બનતી ક્રાઇમની ઘટના અટકી શકે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર