દાંતીવાડા તાલુકાના રામપુરા મહુડી પ્રથામિક શાળાના શિક્ષક ન આવતા ધોરણ 1 થી 5 ના બાળકો શિક્ષણથી વંચિત રહ્યા હોવાના વાલીઓએ આક્ષેપ કરી ભારે વિરોધ નોંધાવ્યો છે.પહેલા આ શાળામાં પતિ-પત્ની બાળકોને શિક્ષણ આપી રહ્યા હતા.
જેમની બદલી અન્ય જગ્યાએ થતા હાલમાં બીજી શાળામાંથી શિક્ષકને આ શાળામાં બાળકોને શિક્ષણ આપવા મૂકેલા છે.જે મંગળવારના જિલ્લા કે તાલુકા શિક્ષણ વિભાગને જાણ કર્યા વિના ચાલુ ફરજે ગાયબ રહેતા ગામમાં ભારે ઓહાપો મચી ગયો હતો. ચાલુ ફરજમાં મહુડી રામપુરા ગામની શાળાના શિક્ષક ચાલુ ફરજે શાળામાંથી ગાયબ રહેતા ધોરણ 1 થી 5 ના પચાસ કરતા વધારે બાળકો શિક્ષણથી વંચિત રહ્યા હતા,સવારે જે બાળકો શાળાએ ગયા હતા,તે અચાનક પરત ઘરે ફરતા બાળકોના વાલીઓએ શાળાએ પહોંચી તપાસ કરી તો માલૂમ પડયું હતું,કે ફરજ પરના શિક્ષક સવારથી શાળામાં બિલકુલ ફરક્યાં નથી.
જેથી ગામના જાગૃત નાગરિકોએ આ વાતનો વિરોધ નોંધાવી ચાલુ દિવસે બંધ શાળાના વિડીઓ ઉતારી શોસિયલ મીડિયામાં વાયરલ કર્યા હતા.અને જણાવ્યું હતું.કે આજના દિવસે શાળા બંધ રહેવાથી પચાસ બાળકોનું શિક્ષણ બગડયું છે.તેની તપાસ કરી કાર્યવાહી થવી જોઈએ.