ખેડાઃ ડાકોર મંદિરનો વિવાદ પણ દિવસેને દિવસે વધી રહ્યો છે. ત્યારે ફરી એકવાર ડાકોરના રણછોડરાયજી મંદિરના ચેરમેનનું નિવેદન આવતા હોબાળો મચ્યો છે. ડાકોરના રણછોડરાયજી મંદિરના મેનેજરે કહ્યુ છે કે, રાજા રણછોડરાયના સન્મુખ દર્શન કરવા હશે તો તમારે પૈસા આપવા જ પડશે.
ઉલ્લેખનીય છે કે, ડાકોર મંદિરમાં વીઆઈપી દર્શન માટે પૈસા ઉઘરાવવાના નિર્ણયને લઇને ભારે રોષ ભભૂક્યો હતો. ભક્તોમાં નારાજગી વ્યાપી હતી. જેને લઈને ડાકોર મંદિર ટ્રસ્ટ હરકતમાં આવ્યું હતું. હવે ડાકોર રણછોડરાય મંદિરે વીઆઈપી દર્શનનો વિવાદ શાંત કરવા સન્મુખ દર્શન શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ મુદ્દે બેઠક યોજવામાં આવી હતી. જેમાં વીઆઈપી દર્શનને એટલે કે સન્મુખ દર્શનનો નિર્ણય યોગ્ય ગણાવ્યો છે.
આ પણ વાંચોઃ
ડાકોરમાં VIP દર્શનને લઇ ભક્તો માટે મોટા સમાચાર, આ લોકો માટે સન્મુખ દર્શન રહેશે નિ:શુલ્ક
મંદિરના મેનેજરનું માનવું છે કે, ‘પૈસા વસૂલવાની કોઈ વાત નથી. VIP દર્શનની કોઈ વ્યવસ્થા નથી. VIP દર્શન નામ જ ખોટું છે. સન્મુખ દર્શન માટે પૈસા લેવામાં આવે છે. આ મુદ્દે ડાકોર ટેમ્પલ કમિટી અને હિંદુ આગેવાનો વચ્ચે ચર્ચા થઈ હતી. ત્યારે આગામી દિવસોમાં ડાકોર મંદિર કમિટીની ફરી બેઠક મળશે.’
ગિરનારના આહ્લલાદક દૃશ્યો
આ લોકો માટે સન્મુખ દર્શન ફ્રી
ડાકોરમાં વીઆઇપી દર્શનને લઇ ભક્તો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. ડોકોર ટેમ્પલ કમિટીએ એક મહત્વનો નિર્ણય કર્યો છે જેમાં વડીલો, દિવ્યાંગો, ગર્ભવતી મહિલાઓ, અશક્ત લોકો અને સ્થાનિક ભક્તો માટે સન્મુખ દર્શન નિશુલ્ક કરી દીધા છે. આવા તમામ ભાવિક ભક્તોને ટેમ્પલ કમિટી દ્વારા નિયત કરાયેલ સંખ્યાની મર્યાદામાં રહીને રજીસ્ટ્રેશન કરાવવાથી સન્મુખ દર્શન કરવાની વ્યવસ્થા કરવામાં આવશે. ભવિષ્યમાં ઓનલાઇન રજીસ્ટ્રેશન કરીને સન્મુખ દર્શન કરાવવામાં આવશે. હાલ પૂરતું ઓફલાઇન ઓફિસમાં રજીસ્ટ્રેશન કરવી દર્શન કરી શકશે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર