- 04.45 થી 08.30 વાગ્યા સુધી દર્શન ખુલ્લા રહેશે
- 09.00 થી 01.30 વાગ્યા સુધી ભક્તો દર્શન કરી શકશે
- બપોરે 02.00 વાગે મહાભોગ આરતી થશે
યાત્રાધામ ડાકોરમાં શ્રાવણ સુદ પૂનમના દિવસે રણછોડરાયજીના દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિરમાં યોગ્ય રીતે દર્શન થાય તે માટે વ્યવસ્થા કરી છે. ત્યારે પોલીસે બંદોબસ્તની તૈયારી કરેલ છે.
યાત્રાધામ ડાકોરમાં શ્રાવણ સુદ પૂનમના દિવસે ભગવાનના દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. તા. 19 ઓગસ્ટને સોમવારે સવારે 4.45 વાગે મંગળા આરતી થશે. જે 08.30 વાગ્યા સુધી ખુલ્લા રહેશે, 8.30 થી 9.30 વાગ્યા સુધી ભગવાન શ્રી રણછોડજી બાલ ભોગ, શ્રૃંગાર ભોગ અને ગોવાળ ભોગ બંધ બારણે આરોગવા બિરાજશે.
સાંજે 04.00 વાગે ઉત્થાપન આરતી થશે
આ બાદ 9:00 વાગ્યાથી 1:30 વાગ્યા સુધી દર્શન ખુલ્લા રહેશે. ત્યારબાદ 1: 30 થી 2:00 વાગ્યા સુધી ભગવાન શ્રીજી રાજભોગ આરોગવા બિરાજશે બાદમાં 2.00 વાગે મહાભોગ આરતી થશે. 2.00 થી 2.30 વાગ્યા સુધી દર્શન ખુલ્લા રહેશે. ત્યારબાદ 2.30 થી 4.00 વાગ્યા સુધી પોઢી જશે. બાદમાં સાંજે 4.00 વાગે ઉત્થાપન આરતી થશે. 04.00 વાગે વૈષ્ણવો માટે દર્શન ખુલ્લા થઈ નિત્યક્રમાનુસાર સેવા પૂજા થઈ શ્રી ઠાકોરજી અનુકૂળતાએ પોઢી જશે. શ્રી ઠાકોરજીને રક્ષા સાંજના 04.00 વાગે ઉત્થાપન સમયે ધારણ કરાવવામાં આવશે.
તેમજ તા. 26-08-2024ના રોજ સોમવારના રોજ જન્માષ્ટમીના દિવસે શ્રી કૃષ્ણજન્મોત્સવ અને તા. 27-08-2024ને મંગળવારના રોજ નંદ મહોત્સવ ઉજવાશે. ભાદરવા સુદ પૂનમ તા. 18-09-2024ને બુધવારના રોજની છે.