પ્રસિદ્વ યાત્રાધામ ડાકોરમાં દિવાળીન પર્વની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી. દિવાળીના પર્વને લઈ વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડયું હતું. જય રણછોડ માખણ ચોર અને મંદિરમાં કોણ છે રાજા રણછોડ છે જેવા ગગનભેદી નારા ગૂંજી ઊઠયા હતા.
વૈષ્ણવોથી લઈ એનઆરઆઈએ ભગવાના કાળિયા ઠાકરના દર્શન કરીને દિવાળી પર્વની ઉજવણી કરી હતી. દિવાળીને લઈ રણછોડ રાય મંદિરને રોશનથી શણગારવામાં આવ્યું છે અને રાત્રે મંદિરનો અલૌકીક નજારો જોવા મળ્યો હતો.
દિવાળીના તહેવારને લઈ રણછોડરાય મંદિરમાં વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપૂર ઉમટયું હતું. હૈયે હૈયું દળાય તેટલી ભીડ વચ્ચે ભક્તોએ કાળિયા ઠાકારના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ડાકોર સહિત આજુબાજુના ગામડાઓમાંથી લોકો ઉમટી પડયા હતા. મંગળા આરતીમાં મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો હતો. મંગળા આરતી બાદ ભગવાનને વિશેષ પંચામૃત સ્નાન કરવામાં આવ્યું હતું. દિવાળી નિમિત્તે ભગવાનને સફેદ ઝરીના કપડા પહેરાવવામાં આવવામાં આવ્યા છે.
દિવાળીના તહેવારોને લઈ મંદિરને ભવ્ય રોશનીથી શણગારવામાં આવ્યું હતું. મોડી રાતથી ભક્તોનો પ્રવાહ શરૂ થયો હતો અને વહેલી સવારની મંગળા આરતીમાં ભાગ લીધો હતો. ભગવાન કાળિયા ઠાકરના સાક્ષાત દર્શન કરીને સેંકડો ભાવિકો આનંદ વિભોર બની ગયા હતા. દિવાળીના તહેવારોને લઈ ભક્તોને દર્શન માટે કોઈ તકલીફ ન પડે તે માટે મંદિર ટ્રસ્ટ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યા છે. દિવાળીના તહેવારની લઈ ડાકોરમાં માનવ મહેરામણ ઉમટી પડયો હતો.