- સાંજના શુભમુહૂર્તમાં ભગવાનને બાંધવામાં આવી રાખડી
- ભગવાનને સોનાની અને સુતરની જનોઈ ધારણ કરાવાઈ
- મોટી સંખ્યામાં ભક્તોએ દર્શનનો લીધો લાભ
આજે દેશભરમાં રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી છે. ત્યારે જાણીતા યાત્રાધામ ડાકોરમાં પણ રક્ષાબંધનની ખુબ જ અનોખી રીતે ઉજવણી કરવામાં આવી છે. ભગવાન રણછોડજીને સોના અને મોતીની રાખડી બાંધવામાં આવી છે.
યાત્રાધામમાં ભગવાનના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા
ભગવાનને સાંજના શુભ મુહૂર્તમાં સોના અને મોતીની રાખડી બાંધવામાં આવી છે. આ સાથે જ ભગવાનને સોનાની અને સુતરની જનોઈ ધારણ કરાવવામાં આવી છે. ત્યારે યાત્રાધામમાં ભગવાનના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા અને હજારો લોકોએ ભગવાના દર્શન કરીને આશીર્વાદ લીધા છે. આ દરમિયાન ‘જય રણછોડ માખણચોર’ના નાદથી ડાકોર મંદિરનું પરસિર ગૂંજી ઉઠ્યુ હતું.
સાળંગપુર શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને રાખડીના વાઘા અને સિંહાસને નારિયેળીના પાનનો શણગાર કરાયો
સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પણ શ્રાવણ મહિનાની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આજે પવિત્ર રક્ષાબંધનના તહેવારને લઈ શ્રીકષ્ટભંજન દેવને રાખડીઓનો શણગાર કરવામાં આવ્યો હતો. દાદાને અલગ અલગ જગ્યાએથી રાખડી મોકલવામાં આવી છે.
35 હજાર જેટલી રાખડીઓ દાદાને મોકલવામાં આવી
જેમાં પિસ્તા ડેકોરેશન, કાપડમાંથી બનાવેલી રાખડી, આર્ટિફિશિયલ કેમિકલ, ઉનમાંથી ગુથીને બનાવેલી રાખડી, મોર પંખ વાળી રાખડી, બાણ આકારની બનાવેલી રાખડી, કોડીયો અને મોતીથી બનાવેલી, ભારતના મેપ વાળી રાખડી અને અન્ય ઘણા પ્રકારની રાખડી મોકલવામાં આવી છે. 30 કરતા વધુ દેશમાંથી દાદા માટે બહેનોએ રાખડી મોકલી છે. જેમાં સાઉથ આફ્રિકા, કેનેડા, યુગાન્ડા, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, દુબઈ અને UAE સહિતના દેશમાંથી દાદા માટે રાખડી મોકલવામાં આવી છે. આમાં સોના-ચાંદીની પણ રાખડીઓ પણ મોકલવામાં આવી છે. સમગ્ર રાજ્ય, દેશ અને દુનિયામાંથી કુલ 35 હજાર જેટલી રાખડીઓ દાદાને મોકલવામાં આવી છે.