- સ્માર્ટ સિટી બનાવા જઇ રહેલા દાહોદમાં ટેમ્પરેચર માપવાનું મશીન નથી
- શહેરમાં ઠંડા પીણાના સ્ટોલ, જ્યૂસ સેન્ટરો, બરફની લારીઓ બિલાડીના ટોપની જેમ ખુલી ગઇ
- દાહોદ ખાતે સૂર્યનારાયણ દેવે આજે પોતાનું સ્વરૂપ દર્શાવ્યું હતું
દાહોદ શહેરમાં આ વર્ષે સૂર્ય નારાયણ વધુ આકરા બની આકાશમાંથી અગન ગોળા વસાવતા આજે તાપમાનનો પારો 44 ડિગ્રી સુધી પહોંચતા દાહોદ વાસીઓ કાળજાળ ગરમીમાં તોબા પોકારી ગયા છે. ગરમીનો પારો ઉંચે જતા પંખા, કુલર અને એર કન્ડિશન મશીનને પણ પોતાનો પરચો દેખાડયો હતો
દાહોદ ખાતે સૂર્યનારાયણ દેવે આજે પોતાનું સ્વરૂપ દર્શાવ્યું હતું. સવારથી જ આજે ગરમી અસય હોવાની અનુભૂતિ દાહોદ વાસીઓએ કરી હતી. લુ ઓકતી ગરમીના સત્તાવાર આંકડા માટે ખાસ્સી કવાયત કરવા છતાં ના મળતા આખરે અત્રે ના ખાનગી સ્થળે મુકાયેલા મીટર દ્વારા માહિતી પ્રાપ્ત થઇ હતી. દાહોદમાં આજે ગરમીનો પારો 44 સેન્ટિગ્રેડ વટાવી દીધો હતો. ગરમીનો પારો વધતા જતા બપોરના સુમારે શહેરના મુખ્ય માર્ગો સુમસામ જોવા મળતા હતા. ગરમીના કારણે શહેરમાં ચક્કર આવવાના અને બેભાન થવાના કેસો પણ થવા પામ્યા છે.
દાહોદ શહેરનું તાપમાન કેટલું છે તે માપવા માટેનું સાધન તંત્ર પાસે ઉપલબ્ધ ન હોવાથી શહેરીજનોને દાહોદનું તાપમાન બીજા માધ્યમ દ્વારા જાણવાની ફરજ પડે છે. ત્યારે દાહોદને સ્માર્ટ સિટી બનવા જઈ રહ્યું છે. દાહોદની કાયાપલટ સ્માર્ટ સિટીમાં થઈ જશે તે માટેના પ્રોજેક્ટ લગભગ પૂર્ણ થઈ ગયા છે. ત્યારે દાહોદમાં ગરમી કે ઠંડીનું ટેમ્પરેચર જાણી શકાય તે માટે તાપમાન જાણવા માટેનું સાધન વ્યવસ્થા થાય તેવી લોકોમાં લાગણી અને માગણી વ્યક્ત થઈ રહી છે. છેલ્લા કેટલાક દિવસથી સૂર્યનારાયણ રુદ્ર સ્વરૂપ ધારણ કરી આકરા ઉનાળાનો અહેસાસ થતાં દાહોદ શહેરમાં ઠંડા પીણા ના સ્ટોલ, જ્યુસ સેન્ટરો ,બરફ્ની લારીઓ, બિલાડીના ટોપ જેમ ખુલી ગયા છે. ઠંડા પીણા ના વેચાણમાં પણ વધારો થવા પામ્યો છે. આવા સમયે હલકી ગુણવત્તાવાળા અને આઈએએસઆઇ માર્ક વિનાના ખોટા માર્ક વાળા પાણીના બોટલો બજારમાં વેચાતા હોવાની પણ લોકો બુમઉઠવા પામે છે સાથે સાથે શહેરમાં ઠંડા પાણીના સ્ટોલ જ્યુસ સેન્ટરો બરફ્ની લારીઓ ઉપર વેચાતા માલની ગુણવત્તા ચકાસણી કરવાની તાતી જરૂરિયાત જણાઈ રહી છે.
દાહોદ રેલવે હૉસ્પિટલમાં તાપમાન માપવાનું યંત્ર હતું
વર્ષો અગાઉ દાહોદમાં રેલ્વે મેઇન હોસ્પિટલમાં ઠંડી ગરમીનું તાપમાન માપવા માટેના યંત્રની વ્યવસ્થા હતી. અને એ તાપમાનના આંકડા એકત્ર કરવામાં આવતા હતા. ત્યારબાદ પ્રસિદ્ધ થતા હતા પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી રેલ્વે મેઇન હોસ્પિટલમાં આ વ્યવસ્થા કોઈ કારણસર બંધ થઈ ગઈ છે. તો તેને પણ પુન : શરૂ કરી શકાય તે માટે પણ પ્રયત્ન કરવો જોઈએ.