દહેગામમાં પ્રિમોન્સુનની કામગીરી અંતર્ગત શહેરમાં આવેલી સોસાયટીઓની સ્ટ્રોમ વોટર લાઇનોને સાફ કરવાનું કામ પુરજોશમાં ચાલી રહ્યુ છે. નાળાની અને કાંસની સફાઇ પુરી થવામાં આવી છે. ચોમાસા પહેલા નગરપાલિકા વિસ્તારમાં આવેલી તમામ ખુલ્લી કેનાલ, ખુલ્લા નાળાને સાફ કરવા તંત્ર કામે લાગી ગયું છે.
શહેરમા પસાર થતા અને ચોમાસાના પાણીના નીકાલ માટેના મુખ્ય કાંસની સફાઇ પુરી થઇ ગઇ છે અને ઝાડી ઝાંખરા દુર કરાયા હોવાથી પાણીના સરળતાથી નીકાલ થઇ શકશે. દર વર્ષે પ્રિમોન્સુન પ્લાન અંતર્ગત કરવામાં આવતી તમામ કામગીરીનો ભારે વરસાદ વખતે તમામ કામગીરી પર પાણી ફરી વળે છે. ગત વર્ષ પણ ભારે વરસાદની સ્થિતીમાં તંત્ર દ્વારા કરવામાં આવેલી તમામ તૈયારીઓ ઉપર વરસાદે પાણી ફેરવી નાંખ્યુ હતુ અને શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા જેને જેસીબી મશીનોથી નીકાલ કરવાનો વારો આવ્યો હતો.
પાલિકા તંત્રની આ તૈયારીઓ કેટલી અસરકારક નીવડે છે, એ આગામી વરસાદની સ્થિતી પરથી સ્પસ્ટ થશે. હાલ અગમચેતીના ભાગરૂપે તમામ પાણી ભરાતા વિસ્તારોમાં જરૂરી કામગીરી કરાઇ રહી હોવાનું પાલિકા તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે.
[ad_1]
Source link