રાજ્યમાં વિવિધ વિસ્તારોમાં વરસાદની સ્થિતિ જોવા મળી રહી છે. જેમાં મધ્ય ગુજરાતથી લઈ દક્ષિણ ગુજરાતના ઘણાં વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. આ વચ્ચે વડોદરાના ડભોઇમાં કમોમસમી વરસાદના કારણે પાણી ભરાયાંના દ્રશ્યો જોવા મળ્યા છે. ડભોઈના વસઈ ગામે વરસાદ કહેર વરસાવ્યો છે. આ કમોસમી વરસાદથી ડાંગર અને જુવારનો પાક પલળ્યો છે. ખેડૂતોના 1500 વિઘા જુવારના પાકને નુકશાનની ભીતિ છે.આ અંગે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી. કમોસમી વરસાદના કારણે રવિ પાકને મોટા પ્રમાણમાં નુકસાન થવાની શક્યતા રહેલી છે. ભર શિયાળે માવઠું વરસતા ઘઉં,ડાંગર,દિવેલા,કપાસ સહિતના પાકને નુકશાનની ભીતિ જોવામાં આવી રહી છે. તેમજ કપાસ,મકાઈ તુવેરના પાકને નુકશાનની ભીતિ જોવામાં આવી રહી છે. જેના કારણે ખેડૂતોને ફરી એકવાર મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.