DABHOI NEWS: ડભોઇ રેલવે સ્ટેશને શેડ વિના આકરા તડકામાં શેકાતા લોકો

HomeDabhoiDABHOI NEWS: ડભોઇ રેલવે સ્ટેશને શેડ વિના આકરા તડકામાં શેકાતા લોકો

Become a member

Get the best offers and updates relating to Liberty Case News.

― Advertisement ―

spot_img

કણકોટ ગામે સિટી બસે માતા-પુત્રને કચડયા, પુત્રનું કરૃણ મોત | Mother and son crushed by city bus in Kankot village son dies tragically

સિટી બસ ચાલકની ગંભીર બેદરકારીને કારણે અકસ્માતએકલૌતા પુત્રનાં મોતથી પરિવાર ઉપર આભ તૂટી પડયું, મહિલાનો જમણો પગ કપાઇ ગયોરાજકોટ :  રાજકોટ નજીકના કણકોટ ગામ પાસે આજે...

  • પ્લેટફેર્મ પર ફૂડસ્ટોલ, લાંબા શેડનો પણ અભાવ
  • સ્ટેશન પર જરૂરિયાત ગણાતી સુવિધાઓનો અભાવ
  • ડભોઇ રેલવે સ્ટેશન પર મુસાફરો માટે બેસવાની શેડ નહી બનાવતાં કાળઝાળ ગરમીમાં મુશ્કેલી પડી રહી છે.

ડભોઇ રેલવે સ્ટેશન પર બપોરના સમયે દોડતી ટ્રેનોમાં મુસાફરો માટે બેસવાની શેડ બનાવવામાં આવ્યા નથી. હાલ 43 ડિગ્રીમાં મુસાફરોને ગરમીથી પરેશાન થાય છે. ડભોઈ રેલવે સ્ટેશન ખાતે વિવિધ સુવિધાઓ ઉભી કરવા પાસ હોલ્ડર પ્રમુખે ડીઆરએમને રજૂઆત કરી હતી. જેમાં હાલ 43 ડિગ્રી ઉપરાંતની ગરમીમાં મુસાફરો ક્યાં બેસે? તેમજ પ્લેટફેર્મ પર ફૂડસ્ટોલ, શેડનો અભાવ પ્લેટફેર્મ વચ્ચે એફ્ઓબી નથી. પ્લેટફેર્મની લંબાઇ મુજબના શેડ નહિ હોવા વગેરેની રજૂઆત કરાઈ હતી.

ડભોઈ રેલવે સ્ટેશન ખાતે મુસાફરો માટેપાયાની ગણાતી કેટલીક સુવિધાઓનો અભાવ હોવાની વેસ્ટર્ન રેલવે પેસેન્જર એન્ડ પાસ હોલ્ડર વેલ્ફેર એસોસિએશન પ્રમુખ અને ડીઆરયુસીસી વડોદરા વિભાગના સભ્ય હબીબભાઈ લોખંડવાલાએ ડીઆરએમને રજૂઆત કરતા પત્રમાં જણાવ્યું હતું કે, તા.6 એપ્રિલે ડભોઈ નગરના પ્રવાસ દરમિયાન જોયું કે ડભોઈ રેલવે સ્ટેશનના પ્લેટફેર્મ પર નાસ્તા, પાણી માટે એક પણ ફૂડસ્ટોલની વ્યવસ્થા નથી. પ્લેટફેર્મે નંબર-1 પર હાલમાં 43 ડિગ્રી ઉપરાંત ગરમીમાં તેમજ વરસાદમાં રક્ષણ આપતા શેડની વ્યવસ્થા નથી. પ્લેટફેર્મ નંબર-1થી નંબર 2 પર જવા ફૂટ ઓવર બ્રિજ અથવા લિફ્ટ, એક્સેલેટરની વ્યવસ્થા નથી. જોકે આ બંને પ્લેટફેર્મ વચ્ચે અંડરપાસની સુવિધા તો છે, પરંતુ અંડરપાસની લંબાઈ વધુ હોઈ વૃદ્ધ તેમજ દિવ્યાંગ મુસાફરો અંડરપાસનો ઉપયોગ કરતા નથી.



Source link

SUBSCRIBE TO OUR NEWSLETTER.

Never miss out on the latest news.

We don’t spam! Read our privacy policy for more info.

RATE NOW
wpChatIcon
wpChatIcon