- હજારો લિટર પાણીનો બગાડ છતાં તંત્રની બેદરકારી
- પાણીના વેડફાટને કારણે ગામોમાં પહોંચતું અપુરતું પાણી
- અંતરિયાળ ગામોમાંથી પસાર થતી પાઇપ લાઈનો હોય કે વાલ્વ ભરઉનાળે લીકેજ
ડભોઇ પાણી પુરવઠાની કામગીરી ઉપર અનેક વખત સવાલ ઊભા થાય છે. તાલુકાના અંતરિયાળ ગામોમાંથી પસાર થતી પાઇપ લાઈનો હોય કે વાલ્વ ભરઉનાળે લીકેજની ઘટના સામે આવતી હોય છે. હજારો લીટર પાણીનો દુર્વ્યય થતો હોય ત્યારે પાણી પુરવઠા વિભાગ શું કામગીરી કરે છે. જેને લઈ સવાલ ઉઠતા રહ્યા છે.
હાલ ઉનાળાની આકરી ગરમી પડી રહી છે. મનુષ્યથી લઇ પશુઓને પીવાના પાણીની ખૂબ આવશ્યક્તા રહેતી હોય છે. પણ ડભોઇ તાલુકાના આંતરિયાળ ગામોમાં જે પીવાનું પાણી ગામે ગામ પહોચતું હોય છે. તે લાઈનો લીકેજ થતી હોય છે. તો કેટલીક જગ્યાએ વાલ લીકેજ રહેતા હજારો લીટર પાણી વહી જાય છે. મનુષ્યનાં જીવનમાં પાણીનું ખૂબ મહત્વ હોય છે. ત્યારે પાણી પુરવઠા વિભાગની બેદરકારીને કારણે ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણીની હાલાકી ઊભી થતી હોય છે. કોઈ સ્થળે ધીમું પાણી આવતું હોય છે કે, પછી આવતું જ નથી. સવાલ એ છે કે, એક તરફ્ જળ એ જ જીવન છે નાં સૂત્ર સાથે રાજ્ય અને કેન્દ્ર સરકાર પાણી બચાવોનાં સૂત્ર સાથે જાગૃતિ લાવવા પ્રયાસ કરી રહી છે. ત્યારે સરકારી બાબુઓની બેદરકારીને પગલે હજારો લીટર પાણી વહી જતું હોય છે. ત્યારે લોકોને ન્યાય મળે અને તાલુકાના ગામોમાં આવા લીકેજ બંધ થાય તેવો વ્યાપક માગ ઉઠવા પામી છે.