Dabhoi: સ્વચ્છતા હી સેવા અંતર્ગત સાઇકલ અને બાઇક રેલી યોજાઇ

HomeDabhoiDabhoi: સ્વચ્છતા હી સેવા અંતર્ગત સાઇકલ અને બાઇક રેલી યોજાઇ

Become a member

Get the best offers and updates relating to Liberty Case News.

― Advertisement ―

spot_img

ડભોઇ નગરપાલિકા દ્વાર સ્વચ્છતા હી સેવા -2024 અંતર્ગત નગરમાં સાઇકલ – બાઈક રેલી યોજાઈ હતી. ગુજરાત શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગ, ગાંધીનગરની મળેલ આદેશ અનુસાર, બીજી ઓક્ટોબરના રોજ મહાત્મા ગાંધીજીની જન્મજયંતીની શ્રદ્ધાંજલિ આપવા સમગ્ર ગુજરાતમા સ્વચ્છતા માટેના જન આંદોલનની ઉજવણીને આહવાન કરાયું છે.

આ વર્ષે સ્વચ્છ ભારત મિશનના 10 વર્ષની ઉજવણીના ભાગરૂપે આ દિવસને સ્વચ્છ ભારત દિવસ તરીકે ઉજવવાનું આયોજન કરાયું છે. જેના ભાગરૂપે ભારત સરકાર દ્વાર સ્વચ્છ ભારત મિશન તા.17 સપ્ટેમ્બરથી 2જી ઓક્ટોબર-2024 સુધી સ્વચ્છતા પખવાડિયાનું આયોજન કરાયું છે. જે અન્વયે ડભોઇ નગરપાલિકા દ્વાર રોજેરોજ વિવિધ પ્રકારના જનજાગૃતિ કાર્યક્રમો યોજાયા છે.

તા.21 સપ્ટેમ્બરના રોજ ડભોઇ નગર પાલિકા દ્વાર ડભોઇ પોલીસ સ્ટેશનથી નગરના મુખ્ય માર્ગ પર થઇ આંબેડકર ચોક સુધી સાઇકલ – બાઈક રેલી યોજાઇ હતી. જેમાં ચીફ્ ઓફ્સિર જયકિશન તડવી, પોલીસ ઇંસ્પેક્ટર કે. જે. ઝાલા તથા પોલીસ સ્ટાફ્ તેમજ ડભોઇ નગર પાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર મહેશભાઈ વસાવા, મેનજર મહેશભાઈ પરમાર, વૈભવ આચાર્ય, જલ્પાબેન રાણા, રાજુભાઈ વસાવા તથા ડભોઇ નગર પાલિકાના કર્મચારી મોટી સંખ્યામાં સાઇકલ અને બાઈક લઇ રેલીમાં જોડાઈ સ્વચ્છતા જાગૃતિ અંગે સુત્રોચ્ચાર કરાયા હતા. તેમજ શપથ પણ ગ્રહણ કરાયા હતો. જોડાયેલા તમામ મહાનુભાવો તથા પોલીસગણ દ્વાર રેલી યોજી નગર પાલિકા મુખ્ય રોડ પર રેલી યોજી સ્વચ્છતા અંગે લોકોને જાગૃત કરાયા હતા. આજના કાર્યક્રમ દ્વાર લોકોને પોતાના ઘરની આસપાસ, મહોલ્લામાં તથા સમગ્ર ડભોઈ શહેરમાં સ્વચ્છતા રાખી સ્વચ્છ ડભોઇ, સ્વસ્થ ડભોઇ બનાવવા હાંકલ કરાઇ હતી.



Source link

SUBSCRIBE TO OUR NEWSLETTER.

Never miss out on the latest news.

We don’t spam! Read our privacy policy for more info.

RATE NOW
wpChatIcon
wpChatIcon