ડભોઇ તાલુકાના કાયાવરોહણ મુકામે આવેલ લોર્ડ ક્રિષ્ના એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત દેવી અનસૂયા વિદ્યાલય ખાતે ભારતમાતા વંદના કાર્યક્રમ તેમજ એક દિવસીય મિલેટ્રી કેમ્પ યોજાયો હતો.
જેમાં તુલસી પૂજન અને ભારત માતા પૂજન કરાયું હતું.કાયાવરોહણ – રુવાદ રોડ ઉપર આવેલ લોર્ડ ક્રિષ્ના એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત દેવી અનસૂયા વિદ્યાલય કેમ્પસ ખાતે ભારત માતા વંદના કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે આજે ભારત માતા પૂજન સહિત તુલસી પૂજન દિવસની ઉજવણી કરાઈ હતી. સાથે આ પ્રસંગે શાળા કેમ્પસ ખાતે કાર્યરત અનિરુધ્ધ સૈનિક સ્કૂલ દ્વારા પણ એક દિવસીય આર્મી કેમ્પ યોજાયો હતો. કાર્યક્રમનો પ્રારંભ વડોદરા જિલ્લા શિક્ષણ અધિકારી મહેશ પાંડે દ્વારા કરાયો હતો. વિવિધ એક્ટિવિટી જેમાં યોગા, સ્વ રક્ષણ, ઝુંબા ડાન્સ, રાયફ્લ શૂટિંગ, કબડ્ડી, નશા મુક્તિ, સાપ રેક્સ્યું સહિતની પ્રવુતિઓ બાળકોને કરાવાઈ હતી. આ પ્રસંગે જિલ્લા શિક્ષણ અધિકારી સાથે બી.જે વણઝારા એજ્યુકેશન ઇન્સ્પેક્ટર, મીતાબેન જાદવ, પીનલભાઈ દેસાઈ હિન્દુ આધ્યાત્મિક સેવા સંસ્થાન, અને હિરેનભાઈ પૂર્વ આર્મી જવાન ઉપસ્થિત રહ્યા હતાં. સંસ્થાના ચેરમેન સંજય દીક્ષિત, આચાર્ય વર્ષા સર્મા દ્વારા મહાનુભાવોનું સ્વાગત કરાયું હતું. તો આં સંસ્થાના કમાન્ડીંગ ઓફ્સિર અનુરાગ દુબેએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.