ડભોઇ નગરપાલિકા 1,2,7,8 અને 9માં વોર્ડનો સેવાસેતુ કાર્યક્રમ ડભોઇ સત્તરગામ પટેલ વાડી ખાતે યોજાયો હતો. જેમાં આધારકાર્ડ, રાશનકાર્ડ સહિત વિવિધ લાભાર્થીને લગતી કામગીરી સ્થળ પર ઝડપી થાય તે રીતે કરાઇ હતી.
જેનો લાભ 700 ઉપરાંત નગરજનોએ લીધો હતો. જે પ્રસંગે ઉદ્ઘાટક તરીકે પાલિકા પ્રમુખ, ચીફ્ ઓફ્સિર ઉપસ્થિત રહ્યાં હતા. સરકાર દ્વાર વિવિધ લાભાર્થીઓનાં કામ એક જ સ્થળ ઉપર અને ઝડપી થાય તે માટે વહીવટી તંત્ર અને પાલિકા તંત્ર દ્વાર સેવાંસેતું કાર્યક્રમ રાખી, જન્મ મરણ નોંધ, આવક દાખલા, જાતિ દાખલા, રેશનકાર્ડમાં સુધારા વધારા, સહિત આરોગ્યલક્ષી, આધારકાર્ડ સહિતના કામ લાભાર્થી સેવા સેતુ કાર્યક્રમમાં કરાવી શકે તે માટે યોજાઈ છે. ત્યારે આજે ડભોઇ નગર પાલિકા હદ વિસ્તારનાં વોર્ડ નં. 1,2,7,8,અને 9નો સેવા સેતુનો 700 ઉપરાંત નગરજનોએ લાભ લીધો હતો.