- 14થી 20 જૂન-24 દરમિયાન વાહનો માટે બંધ
- ડભોઇમાંથી પસાર થતો સરીતા ઓવરબ્રજ તસવીરમાં નજરે પડે છે.
- ફેબ્રુઆરી માસમાં ગાબડું પડતા બ્રિજની કામગીરી પર સવાલ ઉભા થયા હતા.
ડભોઇ સરિતા ઓવરબ્રિજ છેલ્લા ઘણા સમયથી કામગીરી ચાલુ છે. એક સાઈડનો બ્રિજ ચાલુ કરી દેવામાં આવ્યો હતો. પરંતુ ફેબ્રુઆરી માસમાં બ્રિજ ઉપર ગાબડું પડવાને કારણે બ્રિજને 24 કલાકમાં કાર્યરત કરવામાં આવ્યો હતો. જેનું મેન્ટનન્સ કરવા હેતુ બ્રિજને આગામી 7 દિવસ બંધ રખાશે. 14મી જૂનથી 20 જૂન સુધી બ્રિજ બંધ રહેશે. જિલ્લા કલેકટર બી. એ.શાહ દ્વારા જાહેરનામું બહાર પાડયું છે. ડભોઇથી સ્ટેચ્યુ ઓફ્ યુનિટી અને રાજપીપળા જવા માટે 4 જેટલા વૈકલ્પિક રસ્તા જાહેર કરાયા છે.
ડભોઇ સરિતા ઓવર બ્રિજ બન્યો ત્યારથી વિવાદમાં છે. ફેબ્રુઆરી માસમાં ગાબડું પડતા બ્રિજની કામગીરી પર સવાલ ઉભા થયા હતા. તો બ્રિજ બન્યા બાદ એક તરફ્ બ્રિજ ઉપર બંને સાઈડનાં વાહન વ્યવહર શરૂ કરી દેવાયો છે. તો બીજી સાઈડનું કામ હજી ચાલુ છે. ત્યારે ડભોઇ સરિતા ઓવરબ્રિજને આગામી 7 દિવસ માટે મેન્ટનન્સ કામગીરી અર્થે બંધ રાખવા જિલ્લા કલેકટર બી. એ શાહ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. રાત્રિ 12 વાગે બ્રિજ બંધ થઈ જશે.
ત્યારે વાહન વ્યવહાર કરતા રાહદારીઓ હવે 7 દિવસ માટે વૈકલ્પિક રસ્તા જેમાં વડોદરાથી રાજલી, મંડાળાથી થરવાસા ચોકડી, વેગાથી ટીંબી ક્રોસિંગથી ગામ તરફ્ આવતો રસ્તો, ફરતિકુઈથી નળા અને થરવાસાં ચોડકી અને સેગવાથી શિનોર ચાર રસ્તાના માર્ગ ઉપરથી મુસાફરી કરી શકશે. બ્રિજનું કામગીરી પૂર્ણ થયે બ્રિજ પુનઃ શરૂ કરવામાં આવશે.