- પીવાના પાણીની લાઇન સાથે મિક્સ થતું ગટરનું ગંદું પાણી
- કામગીરી નહીં કરવામાં આવે તો આંદોલન કરવાની ચીમકી
- સોમેશ્વર પાર્ક સોસાયટી વિસ્તારમાં ગટરો ઉભરાતાં રોષ વ્યાપ્યો છે.
ડભોઇ રેલ્વે યાર્ડ પાસે સોમેશ્વર પાર્ક સોસાયટી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ગટરો ઉભરાય છે અને પીવાના પાણીની લાઇન સાથે ગટરનું ગંદુ પાણી મિક્સ થતું હોઈ વિસ્તાર ના લોકો કેટલા દિવસથી બહારથી પીવાનું પાણી મંગાવે છે. નગરપાલિકા વહીવટી તંત્રને વારંવાર લેખિત મૌખિક રજૂઆતો કરવા છતાં આંખ ખાડા કાન કરાતા વિસ્તારના રહીશોમાં ભારે રોષની લાગણી ફેલાઇ છે.
જાણવા મળતી વિગત અનુસાર ડભોઇ રેલવે દેસાઈ યાદ સોમેશ્વર પાર્ક સોસાયટી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ગટરો ઉભરાય છે અને પીવાના પાણીની લાઇન સાથે ગટરની પાણી લાઇન મિક્સ થઈ જતા નળમા પીવાનું ગંદુ પાણી આવતું હોય આ પાણી પીવાથી ઉનાળાની કાળજાળ ગરમીમાં લોકોને ઝાડા ઉલટી અને બીમાર પડે છે અને છેલ્લા ઘણા સમયથી ડભોઇ વિસ્તારમાં હાથ પગ દુખવા અને તાવ તથા કમળા જેવા રોગોના દર્દીઓ હોસ્પિટલોમાં જોવા મળી રહ્યા છે.
ત્યારે છેલ્લા ઘણા સમયથી વિસ્તારના રહીશો દ્વારા નગરપાલિકા વહીવટી તંત્રને લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં એ નગરપાલિકા વહીવટી તંત્ર આંખ ખાડા કાન કરતા વિસ્તારના રહીશોમાં ભારે રોષની લાગણી ફેલાઇ છે. જો વહેલી તકે આ કામગીરી નહીં કરવામાં આવે તો ગાંધી ચીંધ્યા માંગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. અને ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરવા હોવાનું જાણવા મળે છે. ગંદા પાણી અને ગટરની ઉભરાતી સમસ્યાનો ડભોઇ નગર પાલિકાના વહીવટી તંત્ર દ્વારા વહેલી તકે તેનો નિકાલ લાવે તેવી રહીશોની માંગણી છે. ડભોઇ નગરમાં છેલ્લા કેટલાક સમયથી પ્રાથમિક સુવિધાઓ ચાહે ગટર હોય વીજળી હોય કે પાણીની સુવિધાઓને લઇ સમયાંતરે બૂમો પડતી જ રહી છે. હાલ છેલ્લા કેટલાક સમયથી વિવિધ વિસ્તારોમાં પીવાના પાણી દુર્ગંધ યુક્ત આવતું હોવાનું પણ જાણવા મળે છે.