ડભોઇ નગરમાં ઠરે-ઠેર વિકાસના કામો થઈ રહ્યાં છે. ગુણવત્તા જળવાતી નથી. જે પણ કામ હોય એ તકલાદી હોય છે. ડભોઇ નગરપાલિકાના એન્જિનરો કે, સત્તાધીશો જોવા પણ જતા નથી. કોન્ટ્રાક્ટર પોતાનું મન માન્યું જ કામ કરે છે. જેના કારણે કામમાં તકલાદી કામો થાય છે.
ડભોઇ શિનોર ચોકડી પાસે આવેલા પ્રમુખસ્વામી હોસ્પિટલ પાસે વરસાદી કાંસ પર સ્લેબ ભરીને બંધ કરાઇ છે. ડભોઇ પાલિકાના કાંસનું નવું જ કામ બેસી ગયું છે. કોન્ટ્રાક્ટર દ્વારા હલકું મટીરીયલ વાપરવાને કારણે જ ટુંકાગાળામાં કાંસનો સ્લેબ બેસી ગયો છે. ત્યારે ચોમાસામાં શું સ્થિતિ થશે. આ ખુલ્લી કાંસ પરથી લોકો અવર-જવર કરતી વેળા કોઈ દુર્ઘટના થશે તો, જવાબદાર કોણ ? વહેલી તકે કોન્ટ્રાક્ટર પાસે કામનું રીપેરીંગ કરાવે તેવી માંગ ઉઠી છે.
[ad_1]
Source link