ડભોઈ તાલુકા સેવા સદન જનસેવા કેન્દ્ર ખાતે આવકના દાખલા જાતિના દાખલા રેશનકાર્ડ વિગેરે માટે દસ્તાવેજી પુરાવા માટે લાઈનો લાગે છે. એક જ ઓપરેટર હોવાથી લોકોને 3-4 કલાક લાઈનમાં ઊભું રહેવું પડે છે ત્યારે વધુ કોમ્પ્યુટર ઓપરેટર મૂકે તો લોકોનો સમય વેડફતો બચી શકે તેમ છે. તેવું અરજદારો જણાવી રહ્યાં છે.
ડભોઇ તાલુકા સેવા સદન ખાતે જનસેવા કેન્દ્ર આવેલું છે. જેમાં સરકાર દ્વારા ઝડપી કામ થાય તે માટે કોન્ટ્રાક્ટ પદ્ધતિથી ચાલતુ અને અરજીના રૂા.20 લઈ આવક દાખલા જાતિના દાખલા રેશનકાર્ડમાં નામ કમી ચઢાવવું નવીન રેશનકાર્ડ તેમજ વિવિધ અરજીઓ માટે માત્ર એક જ કોમ્પ્યુટર ઓપરેટર મૂક્યો છે. જેને લઇને લોકોને 4-4 કલાક લાઈનમાં ઊભા રહેવું પડે છે. વહેલી તકે વધુ ઓપરેટર મુકવા માગ ઉઠી છે.
[ad_1]
Source link