ખંભાળિયા અને આસપાસના વિસ્તારોમાં મકરસંક્રાંતિની ઉજવણીને ધ્યાનમાં રાખીને PGVCL દ્વારા મહત્વપૂર્ણ સલામતી સૂચનાઓ જાહેર કરવામાં આવી છે. વીજ અકસ્માતોને ટાળવા માટે કંપનીએ નાગરિકોને કેટલાક મહત્વપૂર્ણ નિયમોનું પાલન કરવા જણાવ્યું છે.
.
મુખ્ય સૂચનાઓમાં:
– વીજળીના થાંભલા કે તારમાં ફસાયેલા પતંગ માટે થાંભલા પર ન ચઢવું
– વીજળીના તાર કે કેબલને સ્પર્શ ન કરવો
– પતંગ લેવા લોખંડની સળી કે લંગરનો ઉપયોગ ન કરવો
– ચાઈનીઝ દોરીનો ઉપયોગ ન કરવો કારણ કે તે વીજ તારોને નુકસાન પહોંચાડી શકે છે
– વીજ વાયરોની નજીકમાં પતંગ ન ચગાવવી
કોઈપણ વીજ સંબંધિત સમસ્યા માટે નાગરિકો ટોલ ફ્રી નંબર 19122 અથવા 1800 233 155333 પર સંપર્ક કરી શકે છે. PGVCLએ ખાસ ભારપૂર્વક જણાવ્યું છે કે નજીવી કિંમતના પતંગ માટે કિંમતી જીવન જોખમમાં ન મૂકવું જોઈએ.