CID ક્રાઈમના BZ ફાઈનાન્સિયલ ગ્રુપ પર દરોડા, 6000 કરોડની પોન્ઝી સ્કીમ ઝડપાઈ

HomeHimatnagarCID ક્રાઈમના BZ ફાઈનાન્સિયલ ગ્રુપ પર દરોડા, 6000 કરોડની પોન્ઝી સ્કીમ ઝડપાઈ

Become a member

Get the best offers and updates relating to Liberty Case News.

― Advertisement ―

spot_img

ડેમાઈ ગામે જ્વેલર્સમાં તસ્કરો ત્રાટક્યા : રૂ. 47 લાખનો સફાયો

• 24 કલાક વાહનોથી ધમધમતાં હાઈ-વે પરની દુકાનને નિશાન બનાવાઈ : CCTVમાં 3 તસ્કરો કેદ• લાખોના સોના-ચાંદીના દાગીના, 90 હજારની રોકડ ચોરાઈ • લોખંડની ગ્રીલનો ન Source link...

CID ક્રાઈમે BZ ફાઈનાન્સિયલ ગ્રુપ પર દરોડા પાડ્યા છે અને રાજ્યના ગાંધીનગર, વડોદરા, હિંમતનગર, વિજાપુર, મોડાસા સહિત ઘણી જગ્યાઓ પર CID ક્રાઈમે સર્ચ ઓપરેશન હાથ ધર્યુ છે. જણાવી દઈએ કે BZ ગ્રુપે પોન્ઝી સ્કીમમાં 6 હજાર કરોડ રૂપિયા ઉઘરાવ્યા છે.

સંચાલક ભૂપેન્દ્ર ઝાલા ભૂગર્ભમાં ઉતરી ગયો

ઉલ્લેખનીય છે કે RBIની મંજૂરી વિના જ સંચાલકો પોન્ઝી સ્કીમ ઓપરેટ કરતા હતા અને રોકાણ સામે 7 ટકા ઊંચા વ્યાજની લાલચ રોકાણકારોને આપતા હતા અને 3 વર્ષમાં રૂપિયા ડબલ કરવાની પણ લાલચ રોકાણકારોને આપવામાં આવતી હતી, ત્યારે આ સ્કીમનો સૂત્રધાર ભૂપેન્દ્ર ઝાલા સહિત અન્ય એજન્ટો ભૂગર્ભમાં છે. સંચાલક ભૂપેન્દ્ર ઝાલા દરોડાની કાર્યવાહી બાદ ભૂગર્ભમાં ઉતરી ગયો છે અને બીજી તરફ કરોડો રુપિયાના રોકાણ મેળવી એકાએક ભૂગર્ભમાં ઉતરતા રોકાણકારો પણ મોટી ચિંતામાં છે.

લોભામણી લાલચો વડે રોકાણકારો પાસે કરાવ્યું રોકાણ

ગેરકાયદેસર રીતે લોભામણી લાલચો વડે રોકાણકારો પાસે રોકાણ કરાવતા હોવાને લઈને CID ક્રાઈમે દરોડા પાડ્યા છે અને સીઆઈડી ક્રાઈમે દરોડા દરમિયાન એજન્ટોની પૂછપરછ પણ કરી છે. ત્યારે મોટો ખુલાસો એ પણ થયો છે કે બીઝેડ ગ્રુપના સંચાલક ભૂપેન્દ્ર ઝાલાએ લોકસભાની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારી પણ કરી હતી અને ધાર્યો માહોલ નહીં જામતા ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લીધું હતુ. તે સમયે તેને ઉમેદવારી ફોર્મ સાથે એફિડેવિટમાં આવકના આંકડા પણ દર્શાવ્યા હતા અને ઈન્કમટેક્સ રિટર્નમાં માત્ર 17.94 લાખની આવક દર્શાવી હતી.

રોકાણકારોને નાણાં પરત કેવી રીતે મળશે એ મોટો સવાલ

ત્યારે હવે હાલમાં સૌથી મોટો સવાલ એ થઈ રહ્યો છે કે રોકાણકારોને તેમના રોકાણ કરેલા નાણા કેવી રીતે પરત મળશે? સંચાલકની વર્ષ 2018-19માં માત્ર 4.98 લાખની આવક હતી, જ્યારે વર્ષ 2021-22માં આવક 9.79 લાખ રુપિયા જ આવક હતી. ત્યારે સંચાલક સામે માત્ર નજીવી આવક સામે 6000 કરોડનું રોકાણ મેળવ્યું હોવાનો આરોપ છે. ત્યારે હવે રોકાણકારોના નાણાં વિદેશમાં ટ્રાન્સફર કર્યા કે કેમ તેની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. નજીવી આવકમાં સ્ત્રોત સામે કરોડોનું રોકાણ કેવી રીતે શક્ય તે પણ એક સવાલ છે. મહિને એક ટકાની લાલચમાં એજન્ટોએ કરોડોના રોકાણ લોકો પાસેથી કરાવ્યા છે. રોકાણકારને ત્રણેક વર્ષમાં જ એકના ડબલ કરવાની લોભામણી લાલચ આપી હતી. ત્યારે આ સ્કીમમાં ખેડૂતો, શિક્ષકો અને પોલીસ કર્મચારીઓ, અધિકારીઓ મોટી સંખ્યામાં રોકાણકાર હોવાની જાણકારી મળી રહી છે. જો કે આજે સતત બીજા દિવસે બીઝેડ ગૃપની તમામ ઓફિસોના શટર બંધ જોવા મળ્યા છે.

એજન્ટોને ટાર્ગેટ પૂર્ણ થવા પર મળતી લખઝુરિયસ ગાડીઓની ગિફ્ટ

બીઝેડ ગ્રુપની શરુઆત બીટકોઈન સાથે થઈ હતી અને ઝડપથી પૈસા ડબલ કરવાની લાલચો આપવામાં આવતી હતી. 5થી 7 ટકા સુધી માસિક વ્યાજની સ્કીમ મુકી હતી અને એજન્ટોને માસિક કમિશનની આકર્ષક ઓફરો આપવામાં આવી હતી. 10 લાખના રોકાણ સામે એજન્ટોને વિદેશ ટૂરની ઓફર આપવામાં આવતી, આ સિવાય રોકાણના ટાર્ગેટ સામે લક્ઝુરિયસ કાર પણ ગીફ્ટ કરવામાં આવતી હતી. હિંમતનગરના બે એજન્ટને મર્સિડીઝ કાર આપી હતી.



Source link

SUBSCRIBE TO OUR NEWSLETTER.

Never miss out on the latest news.

We don’t spam! Read our privacy policy for more info.

RATE NOW
wpChatIcon
wpChatIcon