- પેટ્રોલિંગમાં બાતમી મળતા પોલીસે દરોડો પાડયો
- રેડ દરમિયાન કુલ 4 આરોપી નાસી છુટયા હતા
- ચોટીલા પોલીસ મથકના સ્ટાફ્ને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી
ચોટીલા પોલીસ મથકના સ્ટાફ્ને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે ચાણપા ની સીમમાં જુગાર રમાઇ રહ્યો છે.
તેવી હકીકતના આધારે ચાણપાની સીમમાં પોલીસે જુગારની રેડ કરતા જુગારીઓમાં દોડધામ મચી જવા પામી હતી. જેમાં 6 જુગારીઓ હાથ લાગ્યા હતા અને 4 જુગારીઓ પોલીસને જોઈને ભાગવામાં સફ્ળ થયા હતા. પકડાયેલા જુગારીઓમાં રવિરાજ સામતભાઈ રહે. ચાણપા, ચંદ્રરાજ દિલીપભાઈ રહે. ચોટીલા, જયેશભાઈ મગનભાઈ રહે. ચોટીલા, મિલન પરેશભાઈ રહે. ચોટીલા, મિહીર મહેન્દ્રભાઈ રહે. થાનગઢને જુગાર રમતા સ્થળ પરથી પકડી પાડી રોકડ રકમ રૂ. 1,05,300, મોબાઈલ નંગ 5 કિંમત રૂ. 56,000, બે મોટર સાયકલ રૂ. 40,000ની મળી કુલ રૂ. 2,01,300ના મુદ્દામાલ સાથે પકડી પાડી જુગારધારા હેઠળ ગુનો રજીસ્ટર કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. રેડ દરમિયાન કુલ 4 આરોપી નાસી છુટયા હતા. જે તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. નાસી ગયેલ જુગારીઓમાં ધીરો રહે. ભીમગઢ, એક અજાણ્યો શખ્સ મુન્નો રહ. ભીમગઢ અને મહારાજ રહે. નાના કાંધાસરને પકડી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા. દરોડાની આગળની તપાસ ચોટીલા પોલીસ ચલાવી રહી છે.