- નદી મધ્યે ઘાટ, બેટ ખુલ્લો થયો, પ્રવાહ સાંકડો થયો
- બે દિવસના વરસાદી વિરામ વચ્ચે ચાંદોદ પંથકમાં બફારો અને ઉકળાટ
- અષાઢના પ્રારંભે નર્મદાના નીર ઓસરતા ચિંતાનો વિષય બન્યો છે.
એક બાજુ હવામાન વિભાગની વારસાદની આગાહી વચ્ચે છેલ્લા બે દિવસથી વરસાદે વિરામ વચ્ચે તાપ ગરમીનો બફરો થતા ઉકળાટ ડભોઈ તાલુકાના યાત્રાધામ ચાંણોદ ખાતે નર્મદા-ઓરસંગ નદીની સંગમ થતા હોય ચોમાસુ શરૂ થતા ચાંણોદ ખાતે વહેતી ઓરસંગ નદીના ઉપરવાસમાં વરસાદને પગલે ચાણોદ ખાતે નર્મદા નદીમાં નવા નીર આવ્યા હતા.
ઉપરાંત નર્મદા નદીમાંથી પાણી છોડાયેલું રહેતા અડઘી નદીએ નર્મદા નદીના પાણી એટલે કે મલ્હાવરાવ ઘાટે સામે આવેલ રેતીની લીઝ નદી સુધી વહેતા હતા.
પણ આજે ચોમાસામાં તે પણ અષાઢમહીનાની શરૂઆત સાથે ચાણોદ ખાતે નર્મદા નદીના પાણી ઓર્સયા નદીનો પ્રવાહ ઓછો થતા નદી મધ્યે આવેલ ઘાટ ખુલ્લા થયા નદીનો પ્રવાહ મલ્હારાવઘાટ પાસે સાંકડો થયો હતો. ચોમાસામાં નદીનો પ્રવાહ ઓછો થતા નદીના દર્શન તેમજ સ્નાન કરવા આવતા લોકોમાં આૃર્ય જોવા મળ્યું હતું. ચોમાસામાં નદીમાં કાદવ માટી ઢસડાઈ અવેલ જણાતી હતી. ચક્રતીર્થઘાટ ખાતે તો નદીમાં સ્નાન કરવા ઉતરતા ઓછો પાણી હોવાથી ઘુંટણ નીચે પાણી શ્રાધ્ધાળુ સ્નાન કરતા જણાય છે કાદવ પણ જણાય છે. છેલ્લા બે દિવસથી વરસાદ વિરામ વચ્ચે સુર્યનારાયણના તાપથી ભફરાથી ઉકળાટનો અનુભવ આજે વરસાદના વિરામનો ત્રીજો દીવસ ગરમીનો અહેસાશ થઈ રહ્યો છે.