સરકાર માટે સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ (STT) રેવન્યુના એક મોટા સ્ત્રોત તરીકે ઉભર્યો છે. પૂર્વ નાણાંમંત્રી પી. ચિદમ્બરમે વર્ષ 2004માં તેની શરૂઆત કરી હતી. તેમનો હેતુ લોન્ગ ટર્મ કેપિટલ ગેઈન્સ (LTCG) ટેક્સને હટાવવાનો હતો. પહેલાં માનવામાં આવ્યું કે STTથી સ્ટોક માર્કેટમાં બધાને એક સમાન તકો ઉપલબ્ધ કરાવવામાં મદદ મળશે. સ્ટોક માર્કેટ્સના બધા જ પાર્ટીસીપેન્ટસનું ટેક્સમાં કન્ટ્રીબ્યુશન હશે. પરંતુ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે 2018માં ફરીથી લોન્ગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ લગાવવાનું એલાન કરી દીધું. જેના કારણે STT લાગૂ કરવાનો હેતુ પૂર્ણ ન થયો.
FY24માં STT કલેક્શન 40 હજાર કરોડથી વધુ
કેટલાક વર્ષોમાં ઘણા નાણાંમંત્રીઓએ સરકારનું રેવન્યુ વધારવા માટે STTમાં ફેરફારો કર્યા. કોરોનાની મહામારી બાદ STT કલેક્શન વધ્યું છે. FY24માં STTથી સરકારનું રેવન્યુ 40 હજાર કરોડ રૂપિયાને વટાવી ગયું હતું. આ વર્ષે 10 નવેમ્બર સુધી STT કલેક્શન 36 હજાર કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું હતું. આ FY25માં STT માટે 37 હજાર કરોડ રૂપિયાના ટાર્ગેટનું 97 ટકા છે. જેનાથી સરકારના રેવન્યુમાં STT ના વધતા કન્ટ્રીબ્યુશન અંગે જાણી શકાય છે.
આ પણ વાંચોઃ
નવા વર્ષમાં લોકોને મળશે મોટી રાહત! ઘટી શકે છે પેટ્રોલ-ડીઝલના ભાવ, CIIએ સરકારને આપી સલાહ
STT પર થશે F&Oના કડક નિયમોની અસર
STT વધવાનું મોટું કારણ F&O ટ્રેડિંગ માનવામાં આવી રહ્યું છે. ગત 1-2 વર્ષોમાં F&O ટ્રેડિંગ વોલ્યુમ ઘણો વધ્યો છે. ઓપ્શન્સમાં 90 ટકાથી વધુ માર્કેટ એક્ટિવિટી એક્સપાયરીના દિવસોમાં થાય છે. જોકે, ગત કેટલાંક મહિનાઓથી SEBI F&O ટ્રેડિંગના નિયમોને કડક કરી રહ્યું છે. સેબીનું માનવું છે કે નિયમો કડક હોવાથી રિટેલ ઇન્વેસ્ટર્સ ઓપ્શન્સ ટ્રેડિંગથી દૂર રહેશે. સેબીની સ્ટડીમાં જાણવા મળ્યું છે કે ઓપ્શન્સ ટ્રેડિંગમાં 90 ટકાથી વધુ રિટેલ ઇન્વેસ્ટર્સને નુક્શાન થઇ શકે છે.
આ પણ વાંચોઃ
ખેડૂતોને 6000ની જગ્યાએ 10000 રુપિયા મળશે? એક ફેબ્રુઆરીએ થઈ શકે આ ખુશી આપતી જાહેરાત
આગામી નાણાંકીય વર્ષમાં ઘટી શકે છે STT કલેક્શન
FY25માં STT કલેક્શન બજેટમાં નક્કી ટાર્ગેટથી વધુ રહેશે, પરંતુ આગામી નાણાંકીય વર્ષથી STTથી સરકારનું રેવન્યુ ઘણું ઘટી શકે છે. જેનું કારણ એ છે કે સરકારે F&O ટ્રેડિંગના નિયમોને કડક કરી દીધા છે. કેટલાક નવા નિયમો નવેમ્બરથી લાગૂ કરાયા છે. કેટલાક નિયમો આગામી કેટલાક મહિનાઓમાં લાગૂ થશે. તેની અસર આગામી નાણાંકીય વર્ષમાં STTથી સરકારને મળનારા રેવન્યુમાં જોવા મળશે. એક્સપર્ટ્સનું કહેવું છે કે જો સરકાર યુનિયન બજેટ 2025માં STTને ખતમ કરવાની જાહેરાત કરે છે, તો તેનાથી માર્કેટ સેન્ટિમેન્ટ પર પોઝિટિવ અસર પડશે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
[ad_1]
Source link