Budget 2025: ઇન્ફ્રાસ્ટ્રકચર અને મેન્યુફેકચરિંગ સેક્ટર માટે મોટી ઘોષણા

    0
    22

    કેન્દ્ર સરકારે આજે 2025નું બજેટ રજૂ કર્યું. નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે 8મું બજેટ રજૂ કર્યું. આજના બજેટમાં પીએમ મોદીના ‘વિકસિત ભારત’નું વિઝનને આગળ વધારવા મહત્વની જાહેરાતો કરવામાં આવી. કૃષિ ક્ષેત્ર, સીનીયર સિટીઝન, ઇન્કમટેક્સ, હેલ્થ સેક્ટર ઉપરાંત ઇન્ફ્રાસ્ટ્રકચર અને મેન્યુફેકચરિંગ સેક્ટરને લઈને મોટી ઘોષણા કરવામાં આવી. જે અંતર્ગત ઈન્ફ્રા ડેવલપમેન્ટ માટે રાજ્ય વ્યાજ વગર 1.5 લાખ કરોડ રૂપિયા સુધીનો લોન અપાશે તેવી જાહેરાત કરાઈ.

    લોનના વ્યાજમાંથી મુક્તિ

    PM મોદીના નેતૃત્વમાં આજે વિકસિત ભારતના વિઝનને સ્પષ્ટ કરતું બજેટ 2025 રજૂ કરવામાં આવ્યું. આજના બજેટમાં માઈક્રો ઉદ્યોગને પ્રોત્સાહન આપવા પ્રયાસ કરાયો. બજેટ ભાષણમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે કેન્દ્ર સરકાર ઇન્ફ્રાડેવલપમેન્ટ પર વધુ ભાર મૂકતા ઉદ્યોગ સાહસિકોને મોટી ભેટ આપવા જઈ રહી છે. ઇકોસિસ્ટમ વધુ મજબૂત કરવાના લક્ષ્ય હેઠળ લઘુ ઉદ્યોગોને પ્રોત્સાહ મળે તે હેતુસર રાજ્યોને હવે 1.5 લાખ કરોડ રૂપિયા સુધીની લોનમાં વ્યાજ નહીં વસૂલવાની છુટ આપી. સૂક્ષ્મ અને નાના ઉદ્યોગો પોતાના સ્ટાર્ટઅપને વધુ મજબૂત કરે તે ઉદેશ્ય પૂર્ણ કરવા નિશ્ચિત રકમની લોન પર છુટ આપવામાં આવી.

    ગ્લોબલ હબ બનાવવાના પ્રયાસ

    નાણામંત્રીએ કહ્યું કે અમે પ્રાઈવેટ સેક્ટર સાથે મળીને દેશના વિકાસને ગતિ આપવા ઇચ્છીએ છીએ. લોન મામલે કરાયેલ જાહેરાતથી શહેરમાં વસતા ગરીબોની આવકમાં વધારો થશે અને માઈક્રો ઉદ્યોગ પણ આગળ વધશે. રાજ્યોને 50 વર્ષ સુધી લોનના વ્યાજમાંથી રાહત અપાઈ.એટલે કે રાજ્યોને 50 વર્ષની અવધિ માટે 1.5 લાખ કરોડ સુધીની લોનના વ્યાજમાંથી મુક્તિ અપાશે.આ સાથે જ મેક ઈન ઈન્ડિયા પર ભાર મૂકતા મેન્યુફેકચરિંગ સેક્ટરને લઈને પણ મોટી ઘોષણા કરી. નિર્મલા સીતારમણે આગામી સમયમાં ભારત Toy Sectorમાં ગ્લોબલ હબ બનાવવા પર ભાર મૂકતા રાષ્ટ્રીય કાર્ય યોજનાની જાહેરાત કરી.આ ઉપરાંત તેમણે માઇક્રો બિઝનેસ અને MSME સેક્ટરને આગળ ધપાવવા માટે રોડમેપ રજૂ કર્યો.

    [ad_1]

    Source link

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here