બોડેલી ટાઉનના પાણીની ટાંકીથી ગ્રામ પંચાયત સુધીના 700 મીટરનો રસ્તો રૂા.72 લાખના ખર્ચે નવો બનાવતા તેનો લોકાર્પણ વિધિ તે સહિત બોડેલી તાલુકાના કુલ સાત નવા રસ્તાઆ રૂા. 10 કરોડની રકમથી નિર્માણ પામ્યા હોય તેનો લોકાર્પણ સંસદ સભ્ય જશુભાઈ રાઠવા, ધારાસભ્ય અભેસિંહના હસ્તે કરવામાં આવ્યું હતું.
દિવાળીના તહેવારો નિમિત્તે બોડેલી તાલુકામાં રસ્તાઓના નેટવર્કમાં નવા રસ્તાઓની ભેટ ધરાતા બોડેલી વિસ્તારને રસ્તારૂપી દિવાળીની ગિફ્ટ મળતા વિસ્તારના નાગરિકોમાં ખુશાલી વ્યાપી છે.
નવા લોકાર્પણ થયેલા રસ્તામાં ઉપરોક્ત નિર્દિષ્ટ બોડેલીનો રસ્તો, ધોલપુર, ફજલપુર, આંબાપુરા ચાર કિમી.નો રસ્તો રૂા.દોઢ કરોડના ખર્ચે, લઢોદ ધોલપુર 2 kmનો રસ્તો રૂા.65 લાખના ખર્ચે, લઢોદ જોગીપુરા 2.20 કિમી. રસ્તો રૂા.70 લાખના ખર્ચે, ગણેશવડ લઢોદનો 2.20 કિમી રસ્તો રૂા.દોઢ કરોડના ખર્ચે, મગનપુરા સણીયાદરી 1.8 kmનો રસ્તો રૂા.1 કરોડ 20 લાખના ખર્ચે, ખોસ વસાહત ધનપુર 6 kmનો રસ્તો રૂા.2 કરોડ 40 લાખના ખર્ચે નવો બનાવાયો છે. તમામ રોડનું આજે સાંસદ અને ધારાસભ્યના હસ્તે લોકાર્પણ વિધિ કરાઇ હતી.
રસ્તાઓ ઉપર બાંધેલ રીબીન કાપીને લોકાર્પણ કરતા સાંસદ જશુભાઈ રાઠવાએ જણાવ્યું હતું કે, નવા બનેલા રસ્તા બોડેલી તાલુકાના આ ગ્રામીણ વિસ્તાર નાગરિકો માટે વિકાસનો નવો માર્ગ બનશે. આર્થિક, સામાજિક, શૈક્ષણિક દિશામાં સ્થાનિક નાગરિકો માટે વિકાસની નવી તકો ખુલ્લી થશે. સંખેડાના ધારાસભ્ય તડવીએ જણાવ્યું હતું કે, આ નવા માર્ગો આ વિસ્તારના નાગરિકો માટે દિવાળીની ગિફ્ટ છે. સ્થાનિક નાગરિકો આગેવાનો કાર્યક્રમની રજૂઆતો હતી. લોક રજૂઆતોનો પડઘો અમે ગાંધીનગર તેમજ દિલ્હીમાં પાડયો છે.
તેના ફ્ળ સ્વરૂપે આ રસ્તાઓનું લોકાર્પણ કરાયું હતું. તે પ્રસંગે બોડેલી સરપંચ કાર્તિક શાહ, હેમરાજસિંહ મહારાઉલ, ઝાંખરપુરા સરપંચ પતિ છત્રસિંહ બારીયા, અનવર મન્સુરી સહિત સ્થાનિક વિસ્તારના આગેવાનો નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.