- પાંચટેશ્વર ધામ શનિ મંદિરે ઊમટેલી મેદની
- તેલ, અડદ અને આંકડાની પુષ્પમાળાનો શનિદેવને અભિષેક કરાયો
- બોડેલી તાલુકાના કડીલા ગામે કષ્ટો હરનારા શનિદેવની પૂજા કરાઇ હતી.
બોડેલીના કડીલા ગામે પાંચટેશ્વર ધામ શનિ મંદિરે શનિ મહારાજની જ્ન્મ જયંતિ નિમિતે મોટી સંખ્યામાં ભક્તો ઊમટી પડયા હતા. ભક્તોએ અભિષેક, મહાપ્રસાદ તેમજ મહાપૂજાનો લાભ લઇ શનિ જ્ન્મ જયંતીની ધામધૂમથી ઉજવણી કરાઇ હતી.
બોડેલી તાલુકાના કડીલા ગામે કષ્ટોને હરનારા દેવ શનિ મહારાજને તેલ, અડદ અને આંકડાની પુષ્પમાળાઓનો અભિષેક કરીને શનિ મહારાજની કૃપા તેમના અને તેમના પરિવાર પર સદાય જળવાઈ રહે તેવી પ્રાર્થના સાથે પૂજા કરી હતી. એક કથા અનુસાર, લંકાપતિ રાવણ ખૂબ બળવાન હતો. અપાર શક્તિના બળે કેટલાય દેવતાના રાજ્ય છીનવી લીધા હતા તેમના પુત્ર મેઘનાદનો જન્મ થવાનો હતો. ત્યારે બધા ગ્રહોને બંદી બનાવી જન્મ સમયે ઉચ્ચ સ્થાનોમાં જ સ્થાપિત રહેવાનો આદેશ આપ્યો હતો. શનિદેવને પણ બંદી બનાવ્યા હતા. જેથી શનિદેવ ભવિષ્યમાં બનનારી ઘટનાને પામી જઈ મેઘનાદના જન્મ સમયે પોતાનું સ્થાન અને રાશિ બદલી નાંખી હતી. જેથી મેઘનાદ અપરાંજયે અને દીધાર્યુંના બની શકે પરિસ્થિતિ જાની લંકાપતિ રાવણ ખૂબ ક્રોધે ભરાયો હતો. શનિદેવના પગે ગદાનો પ્રહાર કરતા શનિ દેવની ચાલમાં લચક આવી ગઈ હતી. બાદમાં રાવણ બધા ગ્રહોને મુક્ત કર્યા હતા. પણ શનિદેવને બંદી બનાવી રાખ્યા હતા. હનુમાનજીએ લંકાદહન કર્યું હતું. ત્યારે બધા બંદીઓંને મુક્ત કરાવ્યા હતા. શનિદેવને પણ પ્રણામ કરી સન્માનભેર મુક્ત કરતા શનિદેવ હનુમાનજીના ભક્તોને ક્યારેય પરેશાન કરતા નથી. તેથી બોડેલી સહીત તાલુકાના ભાવિક ભક્તોએ શનિ જયંતી નિમિતે ભક્તોએ કડીલાના પાંચતેશ્વર ધામ શનિ મંદિરમાં અભિષેક તેમજ હનુમાનજી મંદિરમાં દિવસ દરમિયાન હનુમાન ચાલીશાના પાઠ શનિ ચાલીશાના પાઠ કરી મહાપ્રસાદીનો લાભ લીધો હતો.