ભુજ શહેરના લોટસ કોલોની નજીક આવેલા વાલ્મિકી નગરમાં છેલ્લા 12 દિવસથી હાઈ વોલ્ટેજની ગંભીર સમસ્યા સર્જાઈ છે. સ્થાનિક રહીશોના ઘરોમાં ટીવી, ફ્રિજ સહિતના વિજ ઉપકરણો બળી જવાના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે.
.
ઈન્સાનીયત જીંદાબાદ સેવા સંસ્થાના નેતૃત્વમાં સ્થાનિક રહીશોએ પીજીવીસીએલની વિજ કચેરી ખાતે મોટી સંખ્યામાં એકત્રિત થઈ વિરોધ પ્રદર્શન કર્યું હતું. રહીશોએ ‘જીઈબી હાય હાય’ના નારા લગાવ્યા હતા અને લેખિત ફરિયાદ કરી હતી. લોકોએ હાઈ વોલ્ટેજથી નુકશાન પામેલા વિજ ઉપકરણોનું વળતર મેળવવાની માગણી કરી છે.

વિજ કચેરીના અધિકારીઓ સમક્ષ રહીશોએ પોતાની વ્યથા રજૂ કરી હતી. જો કે, તંત્ર દ્વારા સમસ્યાના નિવારણ માટે કોઈ ધ્યાન આપવામાં આવતું ન હોવાનો આક્ષેપ રહીશોએ કર્યો છે. સ્થાનિકોએ તાત્કાલિક ધોરણે વિજ સમસ્યા દૂર કરવાની માગણી કરી છે.
રહીશોએ એવો પણ આક્ષેપ કર્યો છે કે વિજ બિલની ચુકવણીમાં વિલંબ થાય તો તંત્ર તરત જ કનેક્શન કાપી નાખે છે, પરંતુ સેવામાં રહેલી ખામીઓ દૂર કરવામાં આવી જ તત્પરતા દાખવવામાં આવતી નથી.
[ad_1]
Source link