- ભાયાવદર સ્વામિનારાયણ મંદિરમાં તપાસ શરૂ
- ગોંડલના પીઆઈ રેખા રાઠોડને સોંપાઈ છે તપાસ
- સાધુ સામે દુષ્કર્મની ફરિયાદ બાદ વાલીઓમાં રોષ
ભાયાવદર સ્વામિનારાયણ મંદિરમાં તપાસ શરૂ થઇ છે. જેમાં ગોંડલના PI રેખા રાઠોડની અધ્યક્ષતામાં તપાસ શરૂ કરવામાં આવી છે. તેમાં ગોંડલના પીઆઈ રેખા રાઠોડને તપાસ સોંપાઈ છે. ખીરસરા સ્વામિનારાયણ મંદિરમાં તપાસ કરવામાં આવી રહી છે. તેમજ સાધુ સામે દુષ્કર્મની ફરિયાદ બાદ વાલીઓમાં રોષ ફેલાયો છે.
ભાયાવદર ગુરુકુળમાંથી વાલીઓ સંતાનોને ઘરે લઈ ગયા
ભાયાવદર ગુરુકુળમાંથી વાલીઓ સંતાનોને ઘરે લઈ ગયા છે. જેમાં ખીરસરા સ્વામિનારાયણ ગુરુકુળ ખાલી થવાની તૈયારીમાં છે. રાજકોટ જિલ્લા ઉપલેટાના ભાયાવદરના ખીરસરા ગામે સ્વામિનારાયણ ગુરુકુલમાં ગોંડલના પીઆઈ રેખાબેન રાઠોડ તથા પોલીસ તંત્ર તપાસ અર્થે આવ્યા છે. જેમાં ભાયાવદરના ખીરસરાના સ્વામિનારાયણ ગુરુકુલમા દુષ્કર્મ થયેલ બે સંતો અને અન્ય એક વ્યક્તિ સામે રાજકોટની પીડિત મહિલાએ ફરિયાદ નોંઘાવેલ છે. ત્યારે આજરોજ ગોંડલ પીઆઈ રેખાબેન રાઠોડને તપાસ સોંપાઈ છે તેને લઇ રેખાબેન રાઠોડ તપાસ અધિકારીએ ખીરસરા સ્વામિનારાયણ ગુરુકુલમા તપાસનો ધમધમટા શરૂ કર્યો છે.
ખીરસરા સ્વામિનારાયણ ગુરુકુલ ખાલીખમ થયુ
ત્યાર બાદ તપાસ અધિકારી અને અન્ય પોલીસ અધિકારીઓ તપાસ કર્યા બાદ પરત ભાયાવદર પોલીસ મથકે રવાના થયા છે. જેમાં ખીરસરા સ્વામિનારાયણ ગુરુકુલમા રહેતા તમામ વિધાર્થીઓને પોતાના વાલીઓ પોતાના સંતાનને ઘરે લઈ જવાયા છે. જેમાં ખીરસરા સ્વામિનારાયણ ગુરુકુલ ખાલીખમ થયુ છે. ઉપલેટાના ભાયાવદર પાસે આવેલા ખીરસરા ગામની સ્વામિનારાયણ ગુરૂકુળના બે સ્વામી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. રાજકોટની મહિલાએ ભાયાવદર પોલીસ સ્ટેશનમાં ગુરૂકુળના બે સ્વામીઓ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે.