ભાવનગરમાં ગઢેચી શુદ્ધિકરણ પ્રોજેકટમાં અડચણરૂપ દબાણો હટાવવા મામલે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. મનપાના એસ્ટેટ વિભાગ દ્વારા 5 દિવસમાં 766 દબાણ ઉપર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે. મહાનગર પાલિકા દ્વારા 5 દિવસમાં 4100 મીટર ઉપર થયેલા દબાણો હટાવી જગ્યા ખુલ્લી કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે ગઢેચી શુદ્ધિકરણ પ્રોજેકટ માટે જરૂરી 95%થી વધુ વિસ્તાર પર દબાણો દૂર કરીને જગ્યા ખુલ્લી કરવામાં આવી છે. આગામી દિવસોમાં દરિયાઈ ક્રિકથી કેનાલનું ખોદકામ પણ શરૂ કરવામાં આવશે.
અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં ડિમોલેશનની કાર્યવાહી
બીજી તરફ અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી છે. મોહમ્મદ મુશીર કુરેશીની ગેરકાયદે મિલકત તોડી પડાઈ છે. મુશીર વિરુદ્ધ જુગાર, આર્મ એક્ટ સહિત અનેક ગુના લાગેલા છે અને મોહમ્મદ મુસીરના સાગરીતો વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે. મુશીરની ગેરકાયદેસર મિલકત પર બુલડોઝર ફરી વળ્યુ છે. મુશીરે અંદાજે 4 વિઘામાં આલીશાન બંગલો બનાવ્યો હતો. સ્વીમિંગ પુલ, બાળકો માટેના સાધનો સહિતની સુવિધાઓ અને જગ્યા પર મંજૂરી વગર બાંધકામ કરવામાં આવ્યું હતું.
150 જેટલા અસામાજિક તત્વોની યાદી તૈયાર
આ અંગે AMCના એસ્ટેટ અધિકારી શંકર અંસારીએ નિવેદન આપતા કહ્યું કે 2022માં ગેરકાયદેસર બાંધકામ અંગે નોટિસ આપી હતી, કોઈ કારણસર ડિમોલેશન થઈ શક્યું નથી, ડિમોલેશન મુદ્દે ડીસીપી શિવન વર્માએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે સરખેજ, વેજલપુરના ગુનેગારોની યાદી બનાવી છે. વાસણા, એલિસબ્રિજના ગુનેગારોની યાદી પણ બનાવી છે. 150 જેટલા અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવામાં આવી છે. મુસીર અને તેના સાગરીતો સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધાશે. ફતેવાડી વિસ્તારમાં ગેરકાયદેસર મિલકતો તોડી પાડવામાં આવશે.