ગુજરાતમાં બેફામ ખનીજ ચોરીની ઘટનાઓ બને છે. ખનીજ ભૂમાફિયાઓ નદીના પટમાંથી રેતી તો ક્યાંક ખનીજ ચોરી કરીને સરકારી તિજોરીને નુકસાન પહોંચાડે છે. આવા તત્વો સામે કાર્યવાહી કરવી ખૂબ જ જરૂરી બની છે. તો ખનીજ માફિયાઓ ખનિજ સંપન્ન વિસ્તારોમાં ખોદકામ કરીને ખનીજ વેચી મારતા હોય છે. તો તેમાં કેટલાક ભ્રષ્ટાચારી અધિકારીઓનો પણ હાથ હોઈ શકે છે. ખનીજ ચોરી અટકાવવા માટે ખાણ ખનિજ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવે છે. ત્યારે ભાવનગર જિલ્લાના સિહોર પંથકમાં ખાણ ખનીજ વિભાગે દરોડા પાડ્યા હતા.
સિહોરમાં ખનીજ માફિયા વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ભાવનગર જિલ્લાના સિહોર તાલુકામાં ખાણ ખનીજ વિભાગે દરોડા પાડ્યા હતા. સિહોર પંથકના ઘાંઘળી અને નેસડા ગામે ખાણ ખનીજ વિભાગ ત્રાટક્યું હતું.જ્યાં તેમણે ખનીજ માફિયા વિરુદ્ધ કાર્યવાહી કરી હતી. ત્યારે આ ઉપરાંત વરતેજ પોલીસ મથકની સામેથી ગેરકાયદે ખનીજ વહન કરતું પણ એક ડમ્પર ઝડપી લેવામાં આવ્યું હતું. ખાણ ખનિજ વિભાગે આરોપીઓને ઝડપી લઈને મુદ્દામાલ કબજે કર્યો હતો.
ખનીજ વિભાગે મુદ્દામાલ જપ્ત કર્યો
સિહોરમાં ખાણ ખનીજ વિભાગે ખનીજના ગેરકાયદેસર ખનન બદલ 1.35 કરોડનો મુદ્દામાલ સિઝ કર્યો હતો. તો વધુની કાર્યવાહીમાં 1 જેસીબી અને 4 ડમ્પર સહિત 5 વાહનોને પોલીસ મથકમાં સોંપાયા હતા.ભાવનગરના વરતેજ પોલીસ મથક અને સિહોર પોલીસ મથક ખાતે સિઝ કરેલા વાહનોને સોંપવાની કામગીરી કરવામાં આવી હતી.તો ગાંધીનગરમાં ખનીજ ચોરી કરનારાઓને ઝડપી લેવા રાત્રિ દરમિયાન કાર્યવાહી કરી હતી.જેમાં ખનીજ ખાતાની ટીમે કુલ 05 વાહનોને કબજે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
[ad_1]
Source link