
ભાવનગરના મહુવામાં દુષ્ક્મ કરનાર ભુવાની પોલીસે ધરપકડ કરી છે. આરોપી ભુવાએ યુવતીને ઘરમાં પુરીને હવસનો શિકાર બનાવી હતી. ભોગ બનનાર યુવતીને સાત મહિનાનો ગર્ભ રહી ગયો હતો. આરોપી ભુવા સામે 10 દિવસ પહેલા ગુનો દાખલ થયો હતો. હવે બગદાણા પોલીસે આરોપી ભુવાની ઘરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
ધીરુ ભુકણ નામના ભુવાને કુટુંબનો ભુવો બનાવ્યો
પ્રાપ્ત વિગતો પ્રમાણે ભાવનગરના મહુવામાં યુવતી સાથે દુષ્કર્મ ગુજારનારા ભુવા ધીરુ ભુકણની પોલીસે ધરપકડ કરી છે. 10 દિવસ પહેલા આ ભુવા સામે ગુનો દાખલ થયો હતો. પોલીસે તેને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતાં. આખરે પોલીસે 10 દિવસ બાદ બળાત્કારના આરોપી ભુવાને પકડી પાડ્યો હતો. પરિવારે કુટુંબમાં પિત્રુઓ નડતા હોવાથી અમરેલીના ખાંભા તાલુકાના ગીર પીપળવા ગામના ધીરુ ભુકણ નામના ભુવાને કુટુંબનો ભુવો બનાવ્યો હતો.
યુવતીને ઘરમાં પુરીને પોતાની હવસનો શિકાર બનાવી
આ ભુવાએ કુટુંબની એક યુવતી પર નજર બગાડી હતી. તેણે બળજબરી પૂર્વક યુવતીને ઘરમાં પુરીને પોતાની હવસનો શિકાર બનાવી હતી. ભોગ બનનાર 25 વર્ષની યુવતીને સાત મહિનાનો ગર્ભ પણ રહી ગયો હતો. કુટુંબમાં આબરૂ જવાની બીક ના કારણે ભુવાના પાપ વિશે ભોગ બનનાર યુવતી કોઈને કહી શકી ન હતી. આખરે યુવતીએ પોલીસ સામે તમામ હકીકત કહી હતી. જેથી પોલીસે ભુવા સામે ગુનો દાખલ કર્યો હતો. આખરે 10 દિવસ બાદ આરોપી ભુવાની ધરપકડ કરી હતી.
[ad_1]
Source link