ભાવનગર શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી મોબાઈલ ફોનની ચીલ ઝડપ કરતાં શખ્સો સુભાષનગર પ્રધાનમંત્રી આવાસ પાસેથી લૂંટ કરેલા મોબાઈલ ફોન નું વેચાણ કરતા શખ્સોને ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં માણસોએ બંને સગીરોને એક બાઈક અને 5 મોબાઈલ સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, ભાવનગરમાં મોબાઈલની ચીલઝડપ કરતા 2 શખ્સોને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે. ક્રાઈમ બ્રાન્ચે 2 કિશોરને 5 મોબાઈલ, બાઈક સહિત 1.25 લાખનો મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. આ ગેંગે 8 દિવસમાં 4 થી વધુ મોબાઈલની ચીલઝડપ કરી હતી. આખરે ક્રાઈમ બ્રાન્ચે મોબાઈલ ચિલઝડપનો ભેદ ઉકેલીને સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી છે.
ભાવનગર શહેરમાં મોબાઇલની ચિલઝડપમાં ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે 2 કિશોરને 5 મોબાઈલ સાથે ઝડપી ચીલઝડપના ભેદ ઉકેલ્યા છે. LCBની ટીમે 5 મોબાઈલ, 1 બાઇક મળી 1.25 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. બંને સગીર કિશોરોએ ભેગા મળી 8 દિવસમાં 4 થી વધુ મોબાઈલની ચિલઝડપ કરી હતી. જેમાં વૃદ્ધ અને મહિલાઓ ને બંને કિશોરે ચીલઝડપના શિકાર બનાવ્યા હતા. LCBની ટીમે કાયદાના સંઘર્ષમાં આવેલા 2 કિશોરને ઝડપી ચીલઝડપના ભેદને ઉકેલ્યો છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.