Home BHAVNAGAR Bhavnagar મનપાને પ્રજાના પૈસા વેડફવામાં રસ ! જુઓ Video

Bhavnagar મનપાને પ્રજાના પૈસા વેડફવામાં રસ ! જુઓ Video

Bhavnagar મનપાને પ્રજાના પૈસા વેડફવામાં રસ ! જુઓ Video

ભાવનગર મનપાને પ્રજાના પૈસા વેડફવામાં રસ હોય તેવું લાગી રહ્યું છે,ભાવનગર મનપાનો અંધેર વહીવટ આવ્યો સામે છે જેમાં મહત્વની વાત તો એ છે કે સારી સ્થિતીના RCC રોડને ફરીથી બનાવાશે જેમાં RCC રોડને તોડી ત્યાં ફરી નવો રોડ બનાવાશે તેવી માહિતી સામે આવી છે.RCC રોડને બનાવ્યા બાદ નવો રોડ યાદ આવ્યો જેથી 1.2 કિમી.નો વ્હાઇટ ટોપિંગ રોડ બનાવાશે તો મનાપાએ એજન્સીને રુ 5.61 કરોડના ખર્ચે કામ સોંપી દેવાયું છે,મળતીયાઓને ફાયદો કરાવવા મનપાની કરતૂત છે.

પ્રજાના ટેક્સના રૂપિયાનો કરી રહ્યું છે વેડફાટ

ભાવનગર મનપાનું તંત્ર પ્રજાના ટેક્સના રૂપિયાનો વેડફાટ કરી રહ્યું હોવાની વાત સામે આવી છે,એકદમ સારી કન્ડિશનમાં રહેલા RCC રોડને તોડી ત્યાં ફરી નવો રોડ બનાવવામાં આવશે તો ભાવનગર મનપાને પ્રજાના ટેક્સના પૈસા નો વેડફાટ કરવા માટેનો ઈજારો મળી ગયો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે,મ.ન.પા ના રોડ વિભાગ ની બેદરકારી સામે આવી છે.પરંતુ સવાલ અહીં એ ઉઠી રહ્યો છે કે એકદમ સારી ક્વોલિટીમાં RCC રોડ છે તને તોડીને પાછો નવો રોડ બનાવી ને મ.ન.પા પોતાની બુદ્ધિ નું પ્રદર્શન કરી રહી છે કે લાગતા વળગતા અધિકારી અને એજન્સી ને ફાયદો પહોંચાડવા માટે જાણી જોઈને તોડી રહી છે???..

[ad_1]

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here