Bhavnagar: તરુણે વિકસાવી એપ્લિકેશન, બ્લાસ્ટ એવુ બોલતા જ ફ્ટાકડો ફૂટે

HomeTalajaBhavnagar: તરુણે વિકસાવી એપ્લિકેશન, બ્લાસ્ટ એવુ બોલતા જ ફ્ટાકડો ફૂટે

Become a member

Get the best offers and updates relating to Liberty Case News.

― Advertisement ―

spot_img

જેમ જેમ મોબાઈલ,વિવિધ ચિપ,સર્કિટ સહિતની ટેકનોલોજી વિકસતી જાય છે. તેમતેમ માણસ ભૌતિક સુખ મેળવતો જાય છે. પરંતુ એજ ટેકનોલોજી દુનિયાના કોઈપણ ખૂણે મોટો વિનાશ વેરવા માટે સક્ષમ છે. આ ટેકનોલોજી દ્વારા ફ્ટાકડાનો મોબાઈલના માધ્યમથી બ્લાસ્ટ કરીને તળાજાનો 17 વર્ષનો તરૂણ પ્રેક્ટિકલી બતાવી પણ શકે છે.

જેમ એકલવ્યએ ગુરુદ્રોણ ની પ્રતિમાં સામે રાખી ને ધનુરવિદ્યા શીખી એજ રીતે તળાજાના પાદરગઢ ગામે ખેત મજુર પરિવારમા જન્મેલ હરપાલ વિનુભાઈ મકવાણા એ યૂ ટયુબના માધ્યમથી જાતે એપ્લિકેશન બનાવવાનું અને તેને લગતા સાધનો દ્વારા ક્યાં સાધનો નો કઈ ટેકનોલોજી દ્વારા કેવો ઉપયોગ કરવો જોઈએ તેવી અનેક જીવન ઉપયોગી બાબતો શીખ્યો છે.

 દિવાળી પર્વ નજીક આવતું હોય ત્યારે ફ્ટાકડા ફેડતા કે રોકેટ છોડતા દાઝી ન જવાય અને ફ્ટાકડો મોબાઈલમાં માત્ર બ્લાસ્ટ બોલવાથી ફૂટી જાય અથવા તો રોકેટ લોન્ચ બોલતા જ રોકેટ આકાશ તરફ્ ગતિ કરવા લાગે તેવી એપ્લિકેશન બનાવી છે.

પ્રાથમિક તબક્કે વાત ગળે ઉતરે તેવી નથી. પણ તેઓએ પ્રેક્ટિકલી કરી બતાવ્યું છે. તેઓએ જાતે બનાવેલ એપ્લિકેશન અને બજારમા અથવા તો ઓન લાઈન મળી જતા ડિવાઇસ જેમા આર.ડી નેનો, 4 ચેનલ રિલે, બ્લુટુથ મેન્યુલ અને બેટરી જેવા અનેક ડિવાઇસની મદદથી નાના મોટા કોઈપણ ફ્ટાકડાની વાટ સાથે વાયરને બાંધી ને ફેડયા હતા. તેઓએ જણાવ્યું હતુ કે બ્લુટુથ ના બદલે થોડા ડિવાઇસ(સર્કિટ) મા ફેરફર કરવામા આવે,મોબાઈલ કવરેજ મળતું હોય તો દુનિયાના કોઈપણ ખૂણે RDX થી પણ મોટો બ્લાસ્ટ મોબાઈલમા બ્લાસ્ટ બોલતાજ થઈ શકે છે.તેમા GSM મોડયુલ જોઈએ.

ખીસ્સે દરિદ્ર પરંતુ બુદ્ધિમા ધનવાન કહી શકાય તેવા હરપાલ મકવાણાએ વિશેષમા જણાવ્યું હતુ કે આઠ જેટલી એપ્લિકેશન બનાવી છે. જે પોતે ધારેતો જ ખુલ્લી શકે. કમાન્ડ મારી પાસે જ હોય છે. જેમા પોતે કોઈપણ શહેરમા હોય પોતાના ઘરના દરેક ઇલેક્ટ્રિક ઉપકરણો ઓપરેટ કરી શકે છે. ત્રીજી એપ્લિકેશન એવી બનાવી છેકે આજે ખેતરમા વાવણી, બિયરણ ચોપવા માટે મજૂરોની જરૂર પડે છે ત્યારે મોબાઈલના માધ્યમથી જ એક થેલીમાં રહી જાય તેવા પાર્ટ્સથી બિયારણ ચોપી શકાય છે. ખેતરમા પાણી પાઇ શકાય છે. રોબોટિક હાથ બનાવ્યો છે. જે વ્યક્તિ માણસ ન ઉપાડી શકે તે મોબાઈલના માધ્યમથી કૃત્રિમ હાથ ઉપાડી ને કામ કરી શકે છે. ઘરમા ગેસનો બાટલો લિકેઝ થાય તેવા સમયે આપણે કોઈપણ સ્થળે હોઈએ મોબાઈલમા એલર્ટ આલાર્મ ઓટોમેટિક ચાલુ થઈ જાય છે. તેણેે જણાવ્યું હતુ કે કોઈ સંસ્થા કે સરકાર આર્થિક રીતે મદદ કરે તો તે દેશના સીમાડા અને દેશની દરેક દીકરીઓ ની ટેકનોલોજીના માધ્યમથી સુરક્ષા પુરી પાડવા સક્ષમ છે.

રૂપિયા ન હોવાથી હું નેશનલ કોનફરેન્સમા ન જઇ શક્યો

ધો.1 થી 8 પાદરગઢ ગામની પ્રા.શાળામા અભ્યાસ કર્યા બાદ 9 અને 10 બેલા સ્થિત ઉ.બુ.શાળા મા અભ્યાસ કર્યો. એ સમયે કઈક કરવાની તમન્ના હતી. 12 સાયન્સમા નિષ્ફ્ળતા મળી. તેની સામે આ મોબાઈલ, વિવિધ સર્કિટ સહિતનો ટેકનોલોજીનો ઉપયોગ કેમ કરવો,થ્રિડી ડિઝાઇન બનાવવાની માસ્ટરી હતી. આથી દિલ્હી સ્થિત નેશનલ સ્પર્ધામા જવા માટે મોકો મળ્યો હતો. પરંતુ રૂપિયા ન હોય જઈ ન શક્યો. નેશનલ કોનફરેન્સ મા ન જઈ શકવાના કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે જઈ શક્યો નહી.



Source link

SUBSCRIBE TO OUR NEWSLETTER.

Never miss out on the latest news.

We don’t spam! Read our privacy policy for more info.

RATE NOW
wpChatIcon
wpChatIcon