Bhavnagar ડિવિઝનના 2 લોકો પાયલોટે એક સિંહણને ટ્રેનની અડફેટે આવતી બચાવી

HomeBHAVNAGARBhavnagar ડિવિઝનના 2 લોકો પાયલોટે એક સિંહણને ટ્રેનની અડફેટે આવતી બચાવી

Become a member

Get the best offers and updates relating to Liberty Case News.

― Advertisement ―

spot_img

ભાવનગર રેલ્વે મંડળ સિંહો/વન્યજીવોના સંરક્ષણ માટે સતત પ્રયાસો કરી રહ્યું છે. મંડળના નિર્દેશો મુજબ, ટ્રેનોનું સંચાલન કરતા લોકો પાયલોટ નિર્ધારિત ગતિનું પાલન કરી રહ્યા છે અને વિશેષ સાવધાની સાથે કામ કરી રહ્યા છે. ભાવનગર રેલ્વે મંડળના લોકો પાયલોટની તકેદારી અને વન વિભાગના ફોરેસ્ટ ટ્રેકર્સની મદદથી ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં કુલ 106 સિંહોના જીવ બચાવાયા છે.

ભાવનગર ડિવિઝન હેઠળ આવતી ટ્રેન

ભાવનગર ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર માશૂક અહમદે જણાવ્યું હતું કે લોકો પાયલટ આરીફ આર. અને આસિસ્ટન્ટ લોકો પાયલોટ ફરમાન હુસૈન દ્વારા કાંસિયાનેસ-સાસણ ગીર સેક્શનમાં કિમી નં. 115/3-115/4 વચ્ચે રેલવે ટ્રેક પર સિંહણ ઉભેલી જોઈ પેસેન્જર ટ્રેન નં. 09292 અમરેલી-વેરાવળને ઇમરજન્સી બ્રેક લગાવીને અટકાવવામાં આવી હતી. ટ્રેન મેનેજર (ગાર્ડ)ને લોકો પાયલટ દ્વારા જાણ કરવામાં આવી હતી. તે જ ટ્રેનમાં યાત્રા કરી રહેલા ફોરેસ્ટ ટ્રેકર રાણાભાઈ ગઢવી ટ્રેનમાંથી નીચે ઉતર્યા હતા અને તરત જ ટ્રેક ક્લિયર કરાવ્યો હતો.

લોકો પાયલોટની કરાઈ પ્રશંસા

ત્યારબાદ, જ્યારે બધી સ્થિતિ સામાન્ય જોવા મળી, ત્યારે લોકો પાયલટને ફોરેસ્ટ ગાર્ડ/ટ્રેકર દ્વારા પ્રસ્થાન કરવાનું કહેવામાં આવ્યું. ત્યાર બાદ, ટ્રેનને લોકો પાયલટ દ્વારા કાળજીપૂર્વક ગંતવ્ય સ્થાન તરફ લઈ જવામાં આવી હતી.માહિતી પ્રાપ્ત થતાં, ડિવિઝનલ રેલ્વે મેનેજર રવીશ કુમાર, એડિશનલ ડિવિઝનલ રેલ્વે મેનેજર હિમાઁશુ શર્મા અને અન્ય અધિકારીઓ દ્વારા લોકો પાયલોટ્સના પ્રશંસનીય કાર્યની પ્રશંસા કરવામાં આવી હતી.

લોકો પાયલોટને અપાઈ છે સ્પેશિયલ સૂચના

પશ્ચિમ રેલવેના ભાવનગર ડિવિઝન દ્વારા સિંહોને ટ્રેનની અડફેટે આવતા બચાવવા માટે વિવિધ પગલા લેવામાં આવ્યા છે. ડિવિઝનલ રેલવે મેનેજર રવીશ કુમારે જણાવ્યું હતું કે ડિવિઝન દ્વારા સ્પીડ કંટ્રોલ માટે લોકો પાયલોટને કડક સૂચના આપવામાં આવી છે. તેમને ઢસાથી પીપાવાવ, ગાધકડાથી વિજપડી, રાજુલા સિટીથી પીપાવાવ પોર્ટ અને રાજુલાથી મહુવા સેક્શન જેવા વનવિસ્તારોમાં ખાસ કાળજી રાખવા અને હોર્ન વગાડવા અને ઝડપ મર્યાદા નિયંત્રણમાં રાખવા સૂચનાઓ આપવામાં આવી છે, જેનું લોકો પાઇલોટ્સ દ્વારા પાલન કરવામાં આવી રહ્યું છે.સિંહો રેલવે ટ્રેકની નજીક હોવાની સ્થિતિ જાણવા મળે છે ત્યારે રેલવે પ્રશાસન દ્વારા સાવચેતીના આદેશો જારી કરવામાં આવે છે. રેલવે ટ્રેક નજીક સિંહોની હિલચાલ પર વન વિભાગ અને રેલવે પ્રશાસન દ્વારા બારીકાઈથી નજર રાખવામાં આવી રહી છે.



Source link

SUBSCRIBE TO OUR NEWSLETTER.

Never miss out on the latest news.

We don’t spam! Read our privacy policy for more info.

RATE NOW
wpChatIcon
wpChatIcon