Bhavnagar: ટીપીના રોડ પહોળા કરાશે, જુદા જુદા 60 કામને મંજૂરી અપાઈ

HomeBHAVNAGARBhavnagar: ટીપીના રોડ પહોળા કરાશે, જુદા જુદા 60 કામને મંજૂરી અપાઈ

Become a member

Get the best offers and updates relating to Liberty Case News.

― Advertisement ―

spot_img

ભાવનગરનો પ્રથમ ફ્લાય ઓવર મુદતમાં ફસાયો છે, ત્યારે આજે સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં વધુ 10 મહિનાની સમય મર્યાદા વધારવા માટે રોડ વિભાગે કરેલી દરખાસ્તમાં સ્ટેન્ડિંગે કડક વલણ અપનાવીને ફલાય ઓવરની સમય મર્યાદા 30/10/25ને બદલે 31/7/25 સુધી વધારો કરી ઝડપી કામગીરી કરવા સૂચના આપી છે. જે સમય મર્યાદામાં પણ કામ પૂર્ણ નહીં થાય તો શાસકો શું પગલાં લેશે? તેના પર મીટ મંડાયેલી છે. બેઠકમાં કુલ 60 કામને મંજૂરી અપાઈ હતી.

એકથી વધુ વખત મુદત વધારો માંગતી એજન્સીને બ્લેક લિસ્ટ કરાવા નિર્ણય

ભાવનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક ચેરમેન રાજુ રાબડીયાના અધ્યક્ષ સ્થાને મળી હતી, જેમાં જુદા જુદા 60 કામની ચર્ચા વિચારણાના અંતે બહાલી આપવામાં આવી હતી. ખાસ કરીને વિકાસના કામોમાં વારંવાર મુદત વધારો કરવામાં આવતા સ્ટેન્ડિંગ કમિટીએ કડક વલણ અપનાવ્યું હતું. એટલું જ નહીં પરંતુ હવે પછી બીજી વખત મુદત વધારો માગતી એજન્સીને બ્લેક લિસ્ટ કરવા નક્કી કરવામાં આવ્યું હતું. કારણ કે ફ્લાય ઓવર 31 માર્ચે પૂર્ણ કરવાનો હતો, તેમ છતાં ઓક્ટોબર સુધીની સમય મર્યાદા માગવામાં આવી હતી.

TPના રોડ 18 મીટર કે 21 મીટરના કરવા ચર્ચા વિચારણા

સ્ટેન્ડીંગ કમિટીમાં સમય મર્યાદા વધારવા જે કામો મૂકવામાં આવે તેમાં ખરેખર વધારવા લાયક તમે મર્યાદાનો જ વધારો કરવા સૂચના આપી હતી, તેમજ એકથી વધુ વખત સમય મર્યાદા વધારવામાં આવે તો એજન્સીને ટર્મિનેટ અને બ્લેક લીસ્ટ કરવી જોઈએ તેવી ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત ટી.પીમાં જે રોડ 12 મીટર કે 15 મીટર રાખેલા હોય તે 18 મીટર કે 21 મીટરના કરવા ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. વધુમાં ઢોર પકડવા માટે પોલીસ બંદોબસ્ત તેમજ જરૂર પડે ફાયરની ટીમ પણ સાથે રાખવી જોઈએ. તેઓ સૂચન કર્યુ હતું. જે એજન્સી તથા PMC વારંવાર સમય મર્યાદામાં વધારો માગે તો તેને ડિફોલ્ટ કરવા ચર્ચા કરાઈ હતી.

આ ઉપરાંત સ્માર્ટ આંગણવાડીના બદલે જરૂર હોય તો વધુ આવશ્યકતા લાગે તો રિપોર્ટ કરવા આઈસીડીએસ વિભાગની સૂચના આપવામાં આવી હતી, તેમજ સ્માર્ટ લાઈબ્રેરી કુલ 32 બનાવવાની છે. જેમાં આગળ જતાં વધારે કરવી પડશે તો તેમાં વધારો કરવામાં આવશે. કાળીયાબીડ પાણીની ટાંકી નળી બને તેમાં શિફ્ટ કરવાની થાય ત્યારે લાઈન શિફ્ટ વખતે રોડે તૂટે તો તેમાં આ બધું આયોજન કરીને જરૂરી મંજૂરી લેવા જણાવાયું હતું. બેઠકમાં તમામ કાર્યને મંજૂર કરવામાં આવ્યા હતા.

કુલ 202 કરોડના વિકાસ કામોને મંજૂરી

ભાવનગર શહેરના સ્મશાનો ગેસ આધારીત બનાવવા, ફિલ્ટર પ્લાન્ટ બનાવવા, સ્માર્ટ લાઈબેરી બનાવવા સહિત કુલ રૂપિયા 202 કરોડના કામોને આગામી સ્ટેન્ડીંગ કમિટીમાં બહાલી આપવામાં આવી હતી. બહુચર્ચિત બનેલા અકવાડાના કામમાં થયેલા વિલંબ મામલે વિભાગના અભિપ્રાય અંગે ચર્ચા વિચારણા બાદ મુદ્દતમાં વધારો કરવામાં આવ્યો હતો. બેઠકમાં કુલ મહત્વના 19 વિકાસના કામોને બહાલી આપવામાં આવી હતી. ખાસ કરીને કંસારા પ્રોજકટમાં ફેઈઝ ટૂના રૂપિયા 47 કરોડ મંજુર કરવામાં આવ્યા હતા. જેમાં ડ્રેનેજનું કામ હાથ ધરવામાં આવશે.

ગેસ આધારિત સ્મશાનો, સ્માર્ટ આંગણવાડીને મંજૂરી

કુંભારવાડા મેઈન પમ્પીંગ સ્ટેશન અને લીફટ પમ્પીંગ સ્ટેશન અપગ્રેડેશન કરાશે. સુભાષનગરમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બનાવવામાં આવશે. સંસ્કાર મંડળથી સહકારી હાટ સુધી વ્હાઈટ ટોપીંગ રોડ બનાવવામાં આવશે. જે કામને મંજૂરી અપાય હતી તેમજ સુભાષનગર, ફુલસર, ચિત્રા, નારી સિંધુનગર સહિતમાં ગેસ આધારીત સ્મશાન ભઠ્ઠીઓ બનાવવામાં આવશે. આ ઉપરાંત સ્માર્ટ આંગણવાડીઓ, સ્માર્ટ લાઈબ્રેરીઓને મંજુરી અપાઈ હતી. કુંભારવાડા નારી રોડ પર કુતરાઓ માટે ખસીકરણનું દવાખાનાના બાંધકામ કરવા, ગોરડ સ્મશાનમાં માળખાકીય સુવિધાઓ ઉભી કરવાના કામોને મંજુરી આપવામાં આવી હતી.



Source link

SUBSCRIBE TO OUR NEWSLETTER.

Never miss out on the latest news.

We don’t spam! Read our privacy policy for more info.

RATE NOW
wpChatIcon
wpChatIcon