- મહુવા કલસાર ગામે માનવ કંકાલ મળ્યું
- દરિયાના પાણીમાં તણાઈને આવ્યુ માનવ કંકાલ
- અલંગ પોલીસે આગળની તપાસ હાથ ધરી
ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના કલસાર ગામે માનવ કંકાલ મળી આવતા ખળભળાટ મચી ગયો છે. કલસાર ગામ નજીક આવેલા દરિયાના પાણીમાંથી તણાઈને માનવ અસ્થિઓ મળી આવી હતી. આ માનવ કંકાલ માથા વગરનું છે. માથા વગરનું માનવ કંકાલ મળી આવતા અલંગ પોલીસને જાણ કરતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી.
મળતી માહિતી મુજબ, અલંગ પોલીસે હાલ માનવ કંકાલને ભાવનગર પી.એમ અને ફોરેન્સિક માટે મોકલવામાં આવેલ છે. જોકે હજી સુધી એ સ્પષ્ટ થયું નથી કે આ માનવ કંકાલ કોઈ પુરુષના છે કે સ્ત્રીના. અલંગ પોલીસે આ અંગેની વધુ તપાસ હાથ ધરી છે.
અગાઉ પણ ધરોઈ ગામે કુંવામાંથી માનવ કંકાલ મળી આવ્યું હતું
અગાઉ પણ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ધરોઈ ગામે કુંવામાંથી માનવ કંકાલ મળી આવ્યું હતું . ધરોઈ ગમે કુંવામાંથી ગાળ કાઢતી વખતે માનવ અસ્થિઓ મળી આવ્યા હતા. આ માનવ અસ્થિઓમાં કોપડી, જડબું, હાથ અને પગના ભાગો છે. ધરોઈ ગામ બગદાણા પોલીસ સ્ટેશનની હદમાં આવે છે. આ સમગ્ર મામલે પોલીસને જાણ કરતા બગદાણા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી હતી.