Bhavnagarમાં પોલીસ પુત્રની હત્યાના 3 આરોપીઓ ઝડપાયા, પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો…

    0
    7

    ભાવનગરમાં 2 દિવસ અગાઉ રસ્તા ઉપર મહિલા પોલીસ કર્મીના પુત્રની કરપીણ હત્યા કરી દેવાઈ હતી. જે મામલે 3 આરોપીઓ સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી.જે મામલે ભાવનગર પોલીસે 3 ટીમો બનાવીને 3 આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી. તો પોલીસ અનુમાનમાં જૂની અદાવતને લઈને હત્યા થઈ હોવાનું સામે આવ્યું હતું. સમગ્ર મામલે પોલીસને મોટી સફળતા હાથ લાગી છે. 3 આરોપીઓને પોલીસે ઝડપી લીધા છે.

    પોલીસ પુત્રની હત્યાના આરોપી ઝડપાયા

    સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ભાવનગરમાં 2 દિવસ પહેલા ધોળા દિવસે પોલીસ પુત્રની હત્યા કરી નાખવામાં આવી હતી. જેથી સમગ્ર પંથકમા ચકચાર મચી જવા પામી હતી. પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મૃતક હત્યાના ગુનામાં સંડોવાયેલ હોવાથી જામીન ઉપર જેલ બહાર હતો. યુવકની હત્યા કરનારા 3 આરોપીઓને ઘોઘારોડ પોલીસે ઝડપી લીધા હતા.

    આરોપીઓ સામે થશે કાર્યવાહી

    2 દિવસ પહેલા કેવલ આહીર નામના યુવાનની હત્યા નિપજાવનારા 3 આરોપીઓની ઘોઘારોડ પોલીસે ઝડપી લીધા હતા. જેમને શોધવા માટે એલસીબી, એસઓજી સહિતની ટીમો શોધખોળ કરી રહી હતી. તે 3 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. તો પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે, વર્ષ 2018માં થયેલી હત્યાનો બદલો લેવા માટે પોલીસ પુત્રની 3 આરોપીઓએ હત્યા કરી નાખી હતી. જે મામલે અર્જુન સાટીયા ,ભરતભાઇ સાટીયા અને ભાર્ગવ ઉર્ફે ભગત સાટીયાને ઝડપી લઈને તેમની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

    [ad_1]

    Source link

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here