ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં આવેલા 5 મોક્ષમંદિરોમાં અંતિમ સંસ્કાર માટે ગેસ આધારિત સ્મશાન બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે જેના કારણે પર્યાવરણનું જતન પણ થશે અને લાકડાની બચત સાથે પર્યાવરણનું શુધ્ધિકરણ પણ થશે.ગેસ દ્વારા અંતિમક્રિયા માટે વાપરનાર ગેસ તદ્દન ફ્રી ઓફ ચાર્જ આપવામાં આવશે.સામાન્ય રીતે એક મૃતદેહ ને અગ્નિસંસ્કાર આપવા 80 થી 100 કીલો લાકડુ વપરાતુ હોય છે ગેસ આધારિત સ્મશાન બનશે તો લાકડાની પણ બચત થશે.
5 સ્માશાનમાં થશે બદલાવ
ભાવનગર શહેર માં આવેલા 5 મોક્ષ મંદીરમાં ગેસ આધારિત સ્મશાન બનાવવા તેમજ મોક્ષમંદિરમાં ગેસની થર્મલ ભઠ્ઠી,ચીમની, સોલીડ વેસ્ટ કાઢવા માટેની ચેમ્બર વિગેરે બનાવવા માટે કુલ 3.5 કરોડના ખર્ચ સાથે ગત સ્ટેન્ડીંગ કમિટી કક્ષાએ થી મંજૂરી આપવામાં આવી હતી અને ટેન્ડર પ્રક્રિયાની મંજૂરી પણ આપી દેવામાં આવી છે.આ ઉપરાંત ભાવનગર શહેરમાં રોજબરોજ બીનવારસી અને વારસી પશુ-પંખીના મૃત્યુ થતા હોય છે. તેના નિકાલ માટે હાલ વ્યવસ્થા છે. પરંતુ નવા અભિગમ સાથે ડેડ એનીમલ (પશુ સ્મશાન) બનાવવા માટે તજવીજ હાથધરી જેના કારણે અનેક સમસ્યાઓનુ સમાધાન થશે.
ગેસ આધારિત ભઠ્ઠી
ભાવનગર શહેર માં મનપા દ્વારા 5 જેટલા સ્મશાન ગૃહ ખાતે ગેસ આધારિત ભઠ્ઠી બનાવવામાં આવશે જેમાં અંદાજે 3.5 કરોડના ખર્ચે ગેસ આધારિત સ્મશાન બનાવવામાં આવશે જેનું ટેન્ડર પ્રક્રિયા પણ કરવામાં આવી છે સાથે એનિમલ પશુઓને પણ સન્માનીત સાથે તેઓની અંતિમ સંસ્કાર વિધિ થઈ શકે તે માટે પશુ સ્મશાન નારી રોડ કુંભારવાળા ડંપિંગ સાઈડ પાસે બનાવવા અંગે મંજૂરી આપવામાં આવી છે.
લાકડાની સર્જાય છે અછત
જોકે મનપાના આ નિર્ણય ને લઈ શહેર ના પાંચ જેટલા સ્મશાન ગૃહમાં લાકડાની થતી અછતના કારણે લોકો ને પડતી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો જે સમસ્યાઓનો પણ નિકાલ થશે આ સાથે જ રખડતા પશુઓ અને નિરાધાર પશુઓ જે રોડ પર મૃત્યુ પામે છે તેનું પણ સન્માનિત રીતે અગ્નિ સંસ્કાર થઈ શકે તે હેતુથી પશુઓ માટે પણ ગેસ આધારિત ભઠ્ઠી બનાવવામાં આવી રહી છે..પરંતુ આ નિર્ણય નું ખરા અર્થ માં કામ થવું જોઇએ તે પણ જરૂરી છે અને સ્ટેન્ડિંગ માં લેવામાં આવેલો નિર્ણય માત્ર કાગળ ઉપર જ ના રહે તે જરૂરી છે.