ભાવનગરમાં નરાધમોએ વટાવી ક્રૂરતાની હદ તો મહિલાને ગળાના ભાગે છરી રાખી મહિલા સાથે દુષ્કર્મ આચર્યુ છે,એક બે નહી પરંતુ 4 આરોપીઓએ ભેગા મળીને મહિલા સાથે દુષ્કર્મ આચર્યુ છે,દુષ્કર્મ આચર્યા બાદ મહિલા પર ગુજાર્યો અત્યાચાર તો મહિલાના ગુપ્ત ભાગમાં મરચું પણ નાખવામાં આવ્યું છે અને તેની સાથે દુષ્કર્મ આચરાયું છે.
આરોપીના બનેવી સાથે હતો મહિલાને પ્રેમ સબંધ
મહત્વની વાત છે કે આરોપીના બનેવી સાથે મહિલાને પ્રેમ સબંધ હતો તેમા દુષ્કર્મ આચર્યુ હોવાની વાત સામે આવી છે,પ્રેમ સબંધ છૂટા કર્યા બાદ પણ આરોપીએ શંકા રાખીને મહિલાનું અપહરણ કર્યુ અને તેને ગોંધી રાખી હતી,આરોપીઓએ મહિલાના દિકરાને મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યું છે,મનસુખ મકવાણાઅને મુકેશ મકવાણા સામે ફરિયાદ નોંધાઈ છે તો ત્રણ શખ્સોએ મુખ્ય આરોપી મનસુખની કરી મદદ તો ઘોઘારોડ પોલીસે વધુ તપાસ હાથધરી છે.
આરોપીઓ પોલીસ પકડથી બહાર
ભાવનગર શહેરની એક મહિલાને દિપક લાઠિયા સાથે અગાઉ પ્રેમ સંબંધ હોય જે બાદ આ બંન્નેએ વકીલ હસ્તક સમજુતીથી છુટા પડ્યા હતા પરંતુ દિપક લાઠિયાના ત્રણ સાળા મુકેશ મકવાણા, મનસુખ મકવાણા અને પિન્ટુ મકવાણાએ પ્રેમ સંબંધની શંકા રાખી હતી અને અજાણ્યા શખ્સને હવાલો આપી, મહિલાને ઘરની બહાર બોલાવી અજાણ્યા શખ્સ સહિત ચારેય આરોપીઓએ મહિલાનું કારમાં અપહરણ કરીને ફરાર થયા હતા અન બાદમાં મહિલાને એક રૂમમાં ગોંધી રાખી હતી અને મહિલાના ગળે છરી રાખી, મહિલાના દિકરાને રેતીના ઢગલામાં ફેંકી, ઇજા કરી, દિકરાને મારી નાંખવાની ધમકી આપી, પીન્ટુ મકવાણા, મુકેશ મકવાણા અને અજાણ્યા શખ્સે મહિલાને પકડી રાખી હતી અને મુખ્ય સુત્રધાર મનસુખ મકવાણાએ મહિલાને પીઠના તેમજ સાથળના ભાગે ગંભીર મારમારી કરી હતી.
[ad_1]
Source link

