Aarti Machhi, Bharuch: ભરુચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉચેડિયા ગામના વડવાળા ફળિયામાં રહેતા ખેડૂત નગીનભાઈ નરોત્તમભાઈ પટેલ છેલ્લા 21 વર્ષથી રોકડિયો પાક કાળા વાલની ખેતી કરે છે.
કાળા વાલનું બિયારણ તેઓ ઘરગથ્થુ જ લાવે છે. તેઓ માત્ર 250 ગ્રામ જ બિયારણનો વપરાશ કરીને 100 કિલોથી વધુનો પાક મેળવે છે. તેઓ બિયારણ સીધુ જમીન પર છંટકાવ કરીને વાવેતર કરે છે. અને તેના સાથે ખાતરનો છંટકાવ કરે છે. વાવેતર કર્યાના 2 મહિના બાદ ઉત્પાદન શરૂ થાય છે અને દોઢ મહિને ફૂલ આવવાની શરૂઆત થઈ જાય છે. ત્યારબાદ 4 દિવસ પછી ફાલ નીકળે છે.
કાળા વાલ સ્વાસ્થ્ય માટે ફાયદકારક
ખેડૂતની 5 એકર જમીન છે. 5 એકર જમીનમાં તેઓ કાળા વાલ સહિત સુરતી પાપડીની ખેતી કરે છે. કાળા વાલ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તેનો ઉપયોગ પેટના રોગો માટે થાય છે. કાળા વાલ આરોગવાથી પેટમાં ગેસ, કબજિયાત સહિતના રોગમાંથી મુકિત મળે છે.
કાળા વાલની જાતના છોડના પાન પ્રમાણમાં ગાઢા હોય છે
કાળા વાલની જાતના છોડના પાન પ્રમાણમાં ગાઢા લીલા અને બરછટ હોય છે. કાળા વાલની જાત લીલા તેમજ સુકાદાણામાં અપચો અને ગેસ પેદા કરતા લેકટીન જેવા પોલીફીનોલિક તત્વોનું પ્રમાણ વિશેષ હોય છે. રોગ અને જીવાત સામે સારી એવી પ્રતિકારક શક્તિ ધરાવે છે.
ખેડૂત માર્કેટમાં જાતે વેચાણ અર્થે જાય છે અને તેનો સારો ભાવ મેળવે છે
ખેડૂત નગીનભાઈ નરોત્તમભાઈ પટેલે જણાવ્યું હતું કે, વાલ પાપડી એવા કાળા વાલને વાવ્યા બાદ દોઢ મહિનાની અંદર ફૂલ પડે છે. અને સવા બે મહિના બાદ એને તોડવાનું શરૂ થાય છે. પાક ઉતાર્યા બાદ તેઓ માર્કેટમાં જાતે વેચવા જાય છે.
અને તેનો ભાવ તેઓને સારો મળે છે. ખેડૂત તેનું સારું ઉત્પાદન મેળવે છે. એક જ વાર બિયારણ નાખ્યા બાદ ફરીથી બિયારણ લાવવું પડતું નથી. તેનું વાવેતર થઇ ગયા બાદ તેનું ફરીથી બિયારણ મળી રહે છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર